Land for job scam:રાબડીદેવી યાદવના નિવાસે CBIએ દરોડા પાડ્યા
પટણા, CBIની ટીમ રાબડી દેવીના નિવાસસ્થાને પહોંચી ગઈ છે. માહિતી અનુસાર જમીનના બદલામાં નોકરી આપવા માટે સીબીઆઈ દ્વારા આ દરોડાની કાર્યવાહી કરાઈ છે. આ કેસમાં ૧૫ માર્ચે રાબડી, લાલુ યાદવ અને મીસા યાદવે કોર્ટમાં હાજર થવાનું છે. જાેકે સીબીઆઇ કયા કેસમાં આ કાર્યવાહી કરવા પહોંચી છે તે અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. Land for job scam: CBI raids Rabri devi Yadav’s residence
ઉલ્લેખનીય છે કે રાબડી દેવી બિહારના પૂર્વ સીએમ રહી ચૂક્યા છે. સૂત્રોના અહેવાલ અનુસાર આ રાબડી દેવીના ઘરે દરોડાની કાર્યવાહી નથી પણ લેન્ડ ફોર જાેબ કૌભાંડ મામલે વધુ પૂછપરછ કરવા સીબીઆઈની ટીમ પહોંચી છે. રેલવેમાં નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં મે ૨૦૨૨માં સીબીઆઇએ એફઆઈઆર દાખલ કરી હતી.
એફઆઈઆરમાં આરોપ મૂકાયો હતો કે રેલવે વિભાગમાં નોકરી અપાવવાના બદલામાં જમીનો લાલુ યાદવ અને તેમના પરિવારને ટ્રાન્સફર કરાઈ હતી. આ મામલો ૨૦૦૪-૨૦૦૯ની વચ્ચેનો છે જ્યારે લાલુ રેલવેમંત્રી હતા. સીબીઆઇની એફઆઈઆરમાં લાલુ, પત્ની રાબડી, દીકરી મીસા અને હેમાનું નામ છે. એફઆઈઆરમાં ૧૨ અન્ય નામ પણ સામેલ છે જેમને કથિતરૂપે જમીનના બદલામાં નોકરી મળી હતી. SS2.PG