ટાટા IPLની વર્તમાન ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે વાયકોમ 18 સાથે જોડાણ કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/IPL-Viacomm.jpg)
આ જોડાણથી પ્રશંસકો ટાટા આઇપીએલ 2023 કેમ્પેનમાં હાર્દિક પંડ્યા અને ટીમનાં મેચ ઉપરાંત ટ્રેનિંગ સેશન્સ સહિતનાં દ્રશ્યો જોઈ શકશે
મુંબઇ, ટાટા આઇપીએલની વર્તમાન ચેમ્પિયન્સ ગુજરાત ટાઇટન્સે આજે જાહેરાત કરી હતી કે ટાટા ઇન્ડિયન પ્રિમીયર લીગનાં ડિજિટલ અધિકારો ધરાવતી વાયકોમ 18 સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી, જે અંતર્ગત પ્રશંસકો 2023ની આઇપીએલ કેમ્પેનમાં પોતાની પ્રિય ટીમને જોઈ શકશે.
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ 31 માર્ચનાં રોજ પોતાની હોમ પીચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નાઇ સુપર કિંગ્સ સામેની મેચ સાથે 2023ની શરૂઆત કરશે.
ક્રિકેટ પ્રશંસકોને પ્રથમ વાર વૈવિધ્યસભર રોમાંચક કન્ટેન્ટ જોવા મળશે કારણ કે ગુજરાત ટાઇટન્સ જીયો સિનેમાને ક્રિકેટ મેચ સિવાયની ઘટનાઓનાં દ્રશ્યો પૂરાં પાડશે, જેમ કે ટ્રેનિંગ સેશન્સ, ટીમ બિલ્ડિંગ એક્ટિવિટી અને હાર્દિક પંડ્યા, રશીદ ખાન અને શુભમન ગિલ જેવાં ટોચનાં ખેલાડીઓ અંગેની વિગતો.
વાયકોમ 18 ડિજિટલ પાવરનો ઉપયોગ કરશે અને તેનાં વિવિધ પ્લેટફોર્મ્સ પર મોટી સંખ્યામાં દર્શકોને ગુજરાત ટાઇટનની અનોખી ફિલોસોફી અને સમાવેશી સંસ્કૃતિ રજૂ કરશે.
ટાટા આઇપીએલમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યા પછી ગુજરાત ટાઇટન્સ પ્રશંસકો સાથે જોડાયેલા રહેવાનાં વિવિધ માધ્યમોમાં અગ્રેસર રહ્યું છે. ટીમ પ્રથમ જ વાર ભાગ લેતાં ટુર્નામેન્ટ જીતીને સમાચારોમાં છવાઈ ગઈ હતી, ત્યારે તે મેદાન બહાર પણ ટ્રેન્ડ-સેટર રહી છે.
પોતાના પ્રશંસકો અને ખેલાડીઓ માટે અલગ વર્ચ્યુઅલ સ્પેસ દાખલ કરનાર અને એક્સ્લુઝિવ સ્ટ્રીટવેર કલેક્શન લોંચ કરનાર તે સૌ પ્રથમ સ્પોર્ટ્સ ટીમ હતી. ટાઇટન્સ અનોખી રીતે પોતાનાં પ્રશંસકો સાથે જોડાયેલી રહે છે, જેમ કે, તાજેતરમાં એક કેમ્પેનમાં પ્રશંસકોને ચુસ્ત અને તંદુરસ્ત રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત ટાઇટન્સના સીઓઓ અરવિંદર સિંઘે જણાવ્યું હતું કે, “અમે પ્રશંસકોને માત્ર સીઝન દરમિયાન જ નહીં, તે સિવાય પણ ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયેલાં રહેવા પ્રયત્ન કરીએ છીએ. જીયો સિનેમા સાથેની અમારી ભાગીદારી પ્રશંસકો સાથે જોડાયેલા રહેવામાં અને એક્સ્લુઝિવ કન્ટેન્ટ દ્વારા અર્થપૂર્ણ બંધન બાંધવામાં મદદરૂપ થશે.
આ ભાગીદારી પ્રશંસકોને ગુજરાત ટાઇટન્સની અનોખી સંસ્કૃતિને નજીકથી નિહાળવાનની તક પૂરી પાડળે, જેણે 2022માં સફળ કેમ્પેનનો આધાર પૂરો પાડ્યો હતો.”
વાયકોમ 18ના સ્ટ્રેટેજી અને પાર્ટનરશીપ હેડ હુર્ષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “અમે પ્રશંસકોને ધ્યાનમાં રાખીને ઇનોવેશન કરીએ છીએ જેને કારણે તેઓ સાથેનાં આદાનપ્રદાનથી જીયો સિનેમા દ્વારા તેઓ ગુજરાત ટાઇટન્સની વધુ નજીક આવશે. અમે પ્રથમ વાર આ વર્ષની ટાટા આઇપીએલ પ્રસારિત કરવા જઈ રહ્યા છીએ ત્યારે પોતાની પ્રથમ સીઝનમાં ગુજરાત ટાઇટન્સે જે હાંસલ કર્યું તેમાંથી અમે પ્રેરણા લઈએ છીએ. અમે આ પ્રસારણમાં શક્ય તમામ અવરોધો દૂર કરીશું એટલું જ નહીં પણ પ્રશંસકોને ટાટા આઇપીએલ સંબંધિત સર્વશ્રેષ્ઠ કન્ટેન્ટ પૂરું પાડીશું.”
2023નાં પ્રારંભમાં, વાયકોમ 18એ કેટલુંક ઓરિજનલ કન્ટેન્ટ રજૂ કર્યું હતું, જેમાં ટાટા આઇપીએલનાં આઇકોન્સ સુરેશ રૈના, ક્રિસ ગેઇલ, અનિલ કુંબલે, રોબીન ઉથપ્પા, આરપી સિંઘ, પાર્થિવ પટેલ, પ્રજ્ઞાન ઓઝા અને આકાશ ચોપરા ચમક્યા હતા. જિયો સિનેમા પરનાં આ શો મુક્ત મને ચર્ચા, મુલાકાતો અને ફીચર્સ પર આધારિત હતા, જે પ્રશંસકોને અંદરની વાતો, ક્યારેય ન સાંભળેલી વાતો અને કહાનીઓ સંભળાવે છે.
દર્શકો જિયો સિનેમા (iOS અને એન્ડ્રોઇડ) ડાઉનલોડ કરીને પોતાની પસંદગીની રમતો જોઈ શકે છે.
લેટેસ્ટ અપડેટ્સ, ન્યૂઝ, સ્કોર અને વિડિયોઝ માટે પ્રશંસકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને યુટ્યુબ પર સ્પોર્ટ્સ 18 અને જિયો સિનેમાને ફોલો કરી શકે છે.