Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જેલમાં બંધ Sukesh Chandrasekhar હોળી ઉપર જેક્લીન માટે પત્ર લખ્યો

નવી દિલ્હી, Sukesh Chandrasekhar સાથે સંકળાયેલા ૨૦૦ કરોડના Money Laundering Caseના કારણે Jacqueline Fernandez ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. એક્ટ્રેસ મહાઠગ સાથે રિલેશનશિપમાં રહી હોવાનું કહેવાય છે, જાે કે તેણે રોમાન્સને નકારી કાઢ્યો તો. Imprisoned Sukesh Chandrasekhar wrote a letter to Jacqueline on Holi

બીજી તરફ સુકેશે કહ્યું હતું કે, તેઓ રિલેશનશિપમાં હતા પરંતુ તેમાં કોઈ ‘નાણાકીય લાભ’ સામેલ નહોતો. હવે, હોળીના તહેવાર પર સુકેશે દિલ્હીની જેલમાંથી એક પત્ર લખ્યો હતો, જેમાં મીડિયાને સંબોધિત કરી હતી અને તેના સાઈડની સ્ટોરી દેખાડવા માટે આભાર માન્યો હતો.

આ સાથે તેણે મિત્રો, પરિવાર, સમર્થકો, નફરત કરનારા તેમજ લીગલ ટીમને રંગોના તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી, જેમાં જેક્લીન માટે એક ખાસ મેસેજ પણ હતો.

સુકેશ ચંદ્રશેખરે પત્રમાં લખ્યું હતું હું સૌથી અદ્દભુત અને સુંદર વ્યક્તિ જેક્લીનને હોળીની શુભેચ્છા પાઠવું છું. રંગોના તહેવારના આ દિવસે, હું તને વચન આપુ છું કે તારા જીવનમાંથી જે રંગ અદ્રશ્ય થઈ ગયા છે અથવા ભૂંસાઈ ગયા છે તે ૧૦૦ ગણા વધારે તને પાછા લાવીને આપીશ.

તારું આ વર્ષ એકદમ ચમકીલું રહે હું તેની ખાતરી કરીશ અને તે મારી જવાબદારી છે. તને ખબર છે કે હું તારા માટે કોઈ પણ હદ પાર કરી શકું છું, મારી બેબી ગર્લ. આઈ લવ યુ માય બેબી, હંમેશા હસતી રહેશે. તું સારી રીતે જાણે છે કે તું મારા માટે કેટલી મહત્વની છે. લવ યુ મારી પ્રિન્સેસ, તને ખૂબ મિસ કરું છું, મારી મધમાખી, મારી બોમ્બા, મારા પ્રેમ, મારી જેકી’.

હાલમાં, EDને આપેલા સ્ટેટમેન્ટમાં જેક્લીને ખુલાસો કર્યો હતો કે, ૨૦૧૮માં તેની મુલાકાત સુકેશ સાથે થઈ હતી. ‘૨૦૧૭થી હું સુકેશ સાથે વાત કરી રહી હતી. ફેબ્રુઆરી ૨૦૨૧માં તેની ધરપકડ થઈ હતી.

ત્યારબાદ હું તેને મળી નથી. તે સન ટીવીનો માલિક અને જયલલિતાના રાજકિય પરિવારમાંથી આવતો હોવાનું તેણે મને કહ્યું હતું’. સુકેશે તે જેલમાં હોવાની જાણ પણ ન કરી હોવાનું તેણે કહ્યું હતું. ‘તે જેલમાંથી ફોન કરી રહ્યો હોવાનો ઉલ્લેખ ક્યારેય કર્યો નહોતો.

તે બેકગ્રાઉન્ડમાં પડદા અને સોફા સાથે એક ખૂણામાંથી ફોન કરતો હતો’, તેમ તેણે ઉમેર્યું હતું. જણાવી દઈએ કે, ઈડીની ચાર્જશીટ પ્રમાણે સુકેશે જેક્લીનને કરોડોનો ગિફ્ટ આપી હતી. જેમાં ડાયમંડ જ્વેલરી, બ્રાન્ડેડ ક્રોકરી, ચાર પર્શિયન બિલાડી અને ૫૨ લાખની કિંમતના ઘોડાનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે તેને કેટલીક બ્રાન્ડેડ બેગ પણ આપી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers