Western Times News

Gujarati News

Umesh Palની હત્યા માટે પહેલેથી જ તૈયારીઓ કરવામાં આવી હતી

પ્રયાગરાજ, પ્રયાગરાજમાં Umesh Pal હત્યાકાંડમાં પોલીસે તરત કાર્યવાહી હાથ ધરીને બે આરોપીઓને ઠાર માર્યા હતા. ગઈ કાલે એન્કાઉન્ટરમાં પહેલી ગોળી ચલાવનારા શૂટર વિજય ઉર્ફે ઉસ્માન ચૌધરીને પોલીસે ઠાર માર્યો હતો. Preparations were already made for the assassination of Umesh Pal

ત્યારે હવે પોલીસને મહત્વની માહિતી મળી છે. એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવેલા શૂટર વિજયના મોબાઈલમાંથી પોલીસને મહત્વની માહિતી મળી છે.

વિજયના મોબાઈલની કોલ ડિટેઈલ અને ચેટિંગમાંથી પોલીસે ચોંકાવનારી માહિતી મળી છે. જેનાથી એવું સામે આવ્યું છે કે, ઉમેશ પાલની હત્યા માટે પહેલેથી જ તૈયારીઓ કરવામાં આવી હતી. એવું સામે આવ્યું છે કે, કચેરીના પરિસરમાં જ તેને ગોળી મારવાનું પ્લાનિંગ હતું. જ્યારે પોલીસને મારવાના બદલે તેમને મિર્ચી બોમ્બથી બેભાન કરવાનું પ્લાનિંગ હતું. જાે કે, આ પ્લાન સફળ રહ્યો નહોતો. ત્રીજા પ્રયાસમાં ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી.

સૂત્રોનું માનીએ તો, ૨૧ ફેબ્રુઆરીના રોજ જ ઉમેશ પાલની હત્યા કરવા માટે આરોપીએ પ્લાનિંગ કર્યુ હતું. ઉમેશ પાલને કચેરીના પરિસર અથવા બહાર મારવાનું પ્લાનિંગ હતુ. જાે કે, એ દિવસે કોઈ કારણોસર પ્લાન સફળ રહ્યો નહીં.

એ પછી શૂટરોએ ઉમેશ પાલને તેના ઘરની બહાર જ મારવાનું પ્લાનિંગ કર્યુ હતુ. હત્યાનો ત્રીજાે પ્રયાસ ૨૪ ફેબ્રુઆરીના રોજ બનાવવામાં આવ્યો હતો. એ દિવસે ઉમેશ પાલને ચારેકોરથી ઘેરી લેવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી.

આ વખતેUmesh Palને બચાવવા માટે જે કોઈ પણ વચ્ચે પડે તેને ઉડાડી દેવાનો આદેશ મળ્યો હતો. આ જ કારણે ઉમેશ પાલની સુરક્ષામાં રહેલાં બંને પોલીસકર્મીઓ પર ગોળીબાર અને બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. ઉમેશ પાલના ચાલક પાસે કોઈ હથિયાર નહોતું.

એટલા માટે તેને છોડી દેવામાં આવ્યો હતો. આરોપીઓના મોબાઈલમાંથી મળેલા ચેટ અને કોલ ડિટેઈલના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે, એન્કાઉન્ટરમાં વિજય કુમાર ઉર્ફે ઉસ્માન ચૌધરીને પોલીસે ઠાર માર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઉસ્માને જ ઉમેશ પાલને પહેલી ગોળી મારી હતી. પ્રયાગરાજના કોંધિયારા વિસ્તારમાં આ એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન ઉસ્માન ચૌધરીને ગોળી વાગી હતી.

તેને ઘાયલ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મહત્વનું છે કે, ઉમેશ પાલ હત્યાકાંડમાં આ બીજુ એન્કાઉન્ટર છે. આ પહેલાં પોલીસે અતીક અહમદના નજીકના અરબાજને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો.

ઉમેશ પાલની હત્યામાં જે ક્રેટા કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ કાર અરબાજ જ ચલાવી રહ્યો હતો. અરબાજ અતીક અહમદની કાર પણ ચલાવતો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.