Western Times News

Gujarati News

સ્ટર્લાઈટ પાવરે ગુજરાતમાં ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટને શરૂ કર્યો

  • લકડિયા-વડોદરા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ ભૂજ અને કચ્છના પવન અને સૌર ઊર્જા ઝોનમાંથી ભારતના બાકીના વિસ્તારોને 5000 મેગાવોટથી વધારે ગ્રીન અને વિશ્વસનિય પાવર પ્રદાન કરશે
  • વર્ષ 2030 સુધીમાં ભારતના 500 ગીગાવોટના આરઇ વિઝનને હાંસલ કરવામાં મદદરૂપ થવા દેશના ગ્રીન એનર્જી કોરિડોરની પહેલનો મહત્વપૂર્ણ ભાગ છે

 નવી દિલ્હી, ભારત અને બ્રાઝિલમાં અગ્રણી પાવર ટ્રાન્સમિશન કંપની સ્ટર્લાઇટ પાવરે લકડિયા-વડોદરા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ લિમિટેડ (એલવીટીપીએલ)ને સફળતાપૂર્વક શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ભૂજ અને કચ્છના રિન્યૂએબલ સમૃદ્ધ વિસ્તારોમાંથી 5000 મેગાવોટથી વધારે વીજળીનો પુરવઠો રાષ્ટ્રીય ગ્રીડને પ્રદાન કરવાનો છે – જે ભારતની ગ્રીન અર્થતંત્ર તરફ આગેકૂચમાં એક નિર્ણાયક પગલું છે.

રૂ. 2,024 કરોડના રોકાણ સાથે નિર્મિત આ આંતર-રાજ્ય ટ્રાન્સમિશન જોડાણ 335 કિલોમીટરની લંબાઈ ધરાવતી 765 કિલોવોટ ડબલ-સર્કિટ ટ્રાન્સમિશન લાઇન મારફતે લકડિયાથી વડોદરા સુધી 765/400 કિલોવોટ સબસ્ટેશનને જોડે છે.

ગુજરાતમાં સાત જિલ્લાઓમાં પથરાયેલા 812 ટાવર સાથે આ પાવર ટ્રાન્સમિશન કોરિડોર અત્યાર સુધી ભારતમાં નિર્મિત સૌથી મોટા ટ્રાન્સમિશન કોરિડોર પૈકીનો એક પણ છે. ઉપરાંત આ કચ્છમાં વિશ્વના આગામી સૌથી મોટા 30,000 મેગાવોટ હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનો મહત્વપૂર્ણ ભાગ છે.

આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર સ્ટર્લાઇટ પાવરના મેનેજિંગ ડિરેક્ટર પ્રતિક અગ્રવાલે કહ્યું હતું કે, ”અમને મેગા એલવીટીપીએલ પ્રોજેક્ટને પૂર્ણ કરવાની જાહેરાત કરતાં અતિ ગર્વ થાય છે. આ પડકારજનક સફર છે, પણ અમે દેશ માટે 5000 મેગાવોટ ગ્રીન પાવર પ્રદાન કરવાનો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે, જે ભારતની વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટના ભારતના આરઇ વિઝનને વેગ આપશે.”

સ્ટર્લાઇટ પાવરના ઇન્ડિયા ટ્રાન્સમિશનના ડિરેક્ટર અને સીઇઓ મનિષ અગ્રવાલે ઉમેર્યું હતું કે, “અમે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થાય એ સુનિશ્ચિત કરવા સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રના સતત સાથસહકારના આભારી છીએ. મને અમારી ટીમ પર ખરેખર ગર્વ છે તથા હું અમારા હિતધારકોના વિશ્વાસ અને સાથસહકારનો આભાર માનું છું.”

આ પ્રોજેક્ટ કંપનીને વર્ષ 2019માં એનાયત થયો હતો અને વર્ષ 2020માં કોવિડ-19 દરમિયાન કામગીરી શરૂ થઈ હતી. પોતાના નવીનતાના જુસ્સાને જાળવી રાખવા કંપનીએ ટકાઉ વીજ માળખાગત સુવિધા ઊભી કરવા પોકેટ ફાઉન્ડેશન, વેલ પોઇન્ટ સિસ્ટમ અને વિશિષ્ટ ટાવર ડિઝાઇનો જેવી નવીન નિર્માણ ટેકનિકોનો અમલ કર્યો હતો, જે આ વિસ્તારનાં દુર્ગમ પડકારો સામે ટકી શકે એમ હતી.

સ્ટર્લાઇટ પાવર વિકાસ માટે એના સસ્ટેઇનેબ્લ અભિગમ માટે જાણીતી છે. આ પ્રોજેક્ટના અમલીકરણના તબક્કા દરમિયાન કંપની વિકાસ પ્રત્યેના સર્વસમાવેશક અભિગમ માટે વિવિધ સમુદાયો સાથે જોડાયેલી હતી. કંપનીએ નિર્માણના તબક્કા દરમિયાન હજારો કુશળ અને અર્ધકુશળ લોકોને રોજગારી પણ પ્રદાન કરી હતી.

કંપનીએ કોવિડ-19 દરમિયાન રાષ્ટ્રીય લોકડાઉન દરમિયાન પ્રોજેક્ટની સાઇટની આસપાસ વસતાં વંચિત સમુદાયોને સ્વાસ્થ્ય સાથે સંબંધિત આવશ્યક ચીજવસ્તુઓ પ્રદાન કરવા સહિયારા પ્રયાસો પણ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.