ભાવનગરના જેસરમાં વીજળી પડી :આજે પણ માવઠાની આગાહી
ભાવનગરમાં આજે પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. સતત બે દિવસ વરસાદી માહોલ રહ્યા બાદ આજે ત્રીજા દિવસે પણ માવઠાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
ગોહિલવાડ પંથકમાં સતત ત્રીજા દિવસે પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. કાલે ભાવનગર શહેર અને જિલ્લાના કેટલા ગામોમાં મીની વાવાઝોડું ફૂકાવ્યું હતું અને છૂટો છવાયો કમોસમી વરસાદ પડ્યો હતો.
ભાવનગર જિલ્લાના જેસરમાં વીજળી ત્રાટકતા લીમડાના વૃક્ષના જેસરના બોદરવાડીમાં સાદુળભાઈ બોદરના ઘરની બાજુમાં 20 ફુટના લીમડાના ઝાડ ઉપર વીજળી પડતા લીમડાના બે ફાડા થઈ ગયા હતા . ભાવનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.
સાવરકુંડલા તાલુકામાં જોરદાર પવન ગાજવીજ સાથે 15 મિનિટ વરસાદ પડેલ આ કમોસમી વરસાદથી ખેતીના પાકોને વ્યાપક નુકસાન અને ખેડૂતોની ચિંતામાં વધારો થયેલ છે. બગસરા પંથકમાં બપોર બાદ ભર ઉનાળે માવઠું છતાં એક ઇંચ વરસાદ પડ્યો બગસરા પંથકમાં બપોર બાદ અસંખ્ય બફારો થતાં વરસાદી માહોલ છવાયો હતો
માવઠું થતા સમગ્ર બગસરા તાલુકામાં પાણી ફરી વળ્યા હતા એક ઇંચ વરસાદ પડ્યો હતો અને ઘઉં તથા જીરુ ધાણા ચણા રાયડો સહિતના પાકોને નુકસાન થયું હતું ખેડૂતોમાં ચિંતા નો માહોલ છવાયો હતો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી રહ્યા હતા તેમજ બગસરા સમગ્ર પંથકમાં કરા પડ્યા હતા આ ઉપરાંત કેરીના પાકને ભારે નુકસાન જોવા મળ્યું છે સમગ્ર બગસરા પંથકમાં ખેડૂતોમાં ભારે નુકસાન થતાં રાતા પાણીએ રોવાનું વારો આવ્યો છે.