EDએ ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની કરી ધરપકડ
નવી દિલ્હી, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ઈડીએ ધરપકડ કરી છે. સૂત્રોએ આ જાણકારી આપી છે. ઈડીએ ગુરૂવાર (૯ માર્ચ) એ બીજીવાર દિલ્હી આબકારી નીતિ મામલામાં કથિત કૌભાંડ સાથે જાેડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં સિસોદિયાની તિહાડ જેલમાં પૂછપરછ કરી હતી. ઈડીએ આ પહેલાં મંગળવારે પણ જેલમાં સિસોદિયાને સવાલ-જવાબ કર્યાં હતા.
સીબીઆઈએ મનીષ સિસોદિયાની ૨૬ ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. દિલ્હીની કોર્ટે સોમવારે સિસોદિયાને ૨૦ માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. સીબીઆઈ મામલામાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર શુક્રવારે સુનાવણી પણ થવાની છે.
આ પહેલા મંગળવારે ઈડ્ઢના અધિકારીઓ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સિસોદિયાનું નિવેદન રેકોર્ડ કરવા તિહાર જેલમાં પહોંચ્યા હતા. ઈડ્ઢએ સિસોદિયાની પૂછપરછ કરવા માટે કોર્ટ પાસેથી પરવાનગી લીધી હતી. જાે તપાસ અધિકારીને એવું માનવાનાં કારણો મળે છે કે તે વ્યક્તિ મની લોન્ડરિંગના ગુના માટે દોષિત છે, તો ઈડ્ઢ ઁસ્ન્છ ની કલમ ૧૯ લાગુ કરી શકે છે, જે તેને કેસમાં સામેલ વ્યક્તિઓ અથવા આરોપીઓની ધરપકડ કરવાની મંજૂરી આપે છે.
આ વચ્ચે આમ આદમી પાર્ટીએ તિહાડ જેલમાં મનીષ સિસોદિયાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી અને આરોપ લગાવ્યો કે તેમને અન્ય ગુનેગારો સાથે રાખવામાં આવી રહ્યાં છે. પરંતુ જેલ તંત્રએ આ આરોપ નકારી દીધા છે. આપના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે સિસોદિયાને જેલમાં વિપશ્યના પ્રકોષ્ઠમાં રાખવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે મનીષ સિસોદિયાને વિપશ્યના વિભાગમાં રાખવા માટે કોર્ટની મંજૂરી મળી હતી, પરંતુ તેમ છતાં તેમને જેલ સંખ્યા એકમાં ગુનેગારોની સાથે રાખવામાં આવી રહ્યાં છે.
કેન્દ્રએ તેનો જવાબ આપવો જાેઈએ. આ આરોપોને પાયાવિહોણા ગણાવતા દિલ્હી જેલ અધિકારીઓએ કહ્યું કે મનીષ સિસોદિયાને તિહાડની કેન્દ્રીય જેલ સંખ્યા ૧ના વોર્ડમાં રાખવામાં આવ્યા છે જ્યાં ઓછા કેદી છે અને કોઈ ખૂંખાર ગુનેગાર નથી. SS3.PG