Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

૩૦ લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલર અને સપ્લાયર ઝડપાયા

વડોદરા, વડોદરા તાંદલજા વિસ્તારના એક મકાનમાં એસઓજીએ દરોડો પાડી ૩૦ લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે પેડલર અને મુંબઈના સપ્લાયરને ઝડપી પાડ્યા છે. તાંદલજાના અસરફા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો હોવાની વિગતોને પગલે એસઓજીના પી.આઈ તેમજ તેમની ટીમે દરોડો પાડયો હતો. પોલીસે ઇમરાન ખાન ઉર્ફે ચિકન દાના મહેમુદ ખાન પઠાણ (નવાબ નો વાડો,મોઈન એપાર્ટમેન્ટ) તેમજ ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈના સલીમ શેખને ઝડપી પાડ્યા હતા.

પોલીસે તેમની પાસેથી રૂ.૨૯ લાખથી ઉપરની કિંમતનું ૨૯૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કર્યું હતું. જ્યારે રોકડા રૂ. ૪૦,૦૦૦ કાર તેમજ મોબાઇલ કબજે કર્યા હતા. ડ્રગ્સનો જથ્થો એક નીગ્રો આપી ગયો હોવાની વિગતો ખુલતા પોલીસે તેની તપાસ હાથ ધરી છે. SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers