Western Times News

Gujarati News

વાહનની છત પર બેઠેલા બ્રિજની રેલિંગ સાથે ભટકાતાં ૩નાં મોત

ભરૂચ, ભરૂચમાં વાહનની છત પર બેઠેલા લોકો બ્રિજની રેલિંગ સાથે ભટકાયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણના મોત નિપજ્યા છે, એકનું ગંભીર હાલતમાં છે.
ભરુચના નેશનલ હાઈવે નંબર ૪૮ પર જુના સરદાર બ્રિજ નીચેથી ભારે વાહનો ન પ્રવેશ તે માટે રેલિંગ ઉભી કરાયેલી છે. જાેકે આ રેલિંગના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં રેલિંગથી ૪ લોકો ભટકાતા ઈજાગ્રસ્ત થયા છે અને તેમાંથી ત્રણના મોત નિપજ્યા છે.

નારેશ્વર દર્શન કરી પરત ફરતા સુરતના પરિવારને ભરુચમાં ગંભીર અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર જુના સરદાર બ્રિજ નીચે આવેલ નાની રેલિંગમાંથી પિકઅપ વાન પસાર થતા તેની ઉપર બેઠેલા ૪ લોકો રેલિંગ સાથે અથડાયા છે, જેમાંથી ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે એકને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ ઘટનામાં એક પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે.

આ અકસ્માતની ઘટનામાં હોસ્પિટલ ખસેડાયેલા રમેશભાઈ તથા અક્ષીતભાઈને તબિબિ સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ પામ્યા હતા, જયારે ટૂંકી સારવાર બાદ વધુ એકનું મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે મૃતદેહોને પોસ્ટ મોટર્મ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડી પીકઅપ વાનના ચાલાક કેશભાઇ રાઘવભાઇ માંગુકીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.