Western Times News

Gujarati News

H3N2 વાયરસ કોરોના વાયરસ જેટલો ખતરનાક

નવી દિલ્લી, AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ લોકોને દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝા વિશે સાવચેત રહેવા અપીલ કરી છે. તેઓ જણાવે છે કે, આ બમારી કોરોનાની જેમ ફેલાય છે. વૃદ્ધો અને બિમાર વ્યક્તિઓમાં ઝડપથી ફેલાય છે. ડૉ. ગુલેરિયા જણાવે છે કે, ઈન્ફ્લુએન્ઝા-A H3N2 હાલના સમયમાં શ્વાસ સંબંધિત બિમારીનું મુખ્ય કારણ છે. તમને જણાવી દઈએ કે, આ બિમારીને લઈનેICMRએ એડવાઈઝરી જારી કરી છે. એક્સપર્ટ્‌સ પણ જણાવે છે કે કોવિડનાં પ્રકોપ દરમિયાન ચલાવામાં આવતા અભિયાનોએ લોકોને વાયરોલોજી અને ખાસ પ્રકારના તણાવ અંગે વધુ જાગૃત કરી દીધા છે.

તમને જણાવી દઈએ કે વાયરસ લાંબા સમયથી છે અને લોકો સંક્રમિત થઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ હેલ્થ એક્સપર્ટ્‌સ સાથે H3N2 ઈન્ફ્લુએન્ઝા સાથે વધતા કેસ પર ચર્ચા કરવા માટે એક બેઠક યોજી હતી. બેઠકમાં એક્સપર્ટ્‌સે જણાવ્યા અનુસાર .દેશમાં કોરોનાનાં કેસ ભલે ઓછા થયા છે, પરંતુ ફ્લૂના કેસ વધી રહ્યા છે.

ઈન્ફ્લુએન્ઝા એક મોસમી સંક્રમણ છે, જેને સિઝનલ ફ્લૂ શરદી-ખાંસીના રૂપમાં ઓળખવામાં આવે છે. આ સંક્રમણ તમામ ઉંમરના લોકોને પ્રભાવિત કરે છે. આ એક પ્રકારનો ચેપી ફ્લૂ છે. ભારતમાં ફ્લૂની વેક્સીન અંગે લોકોમાં જાગરુકતાની ખૂબ જ અછત છે. વિશેષજ્ઞો જણાવે છે કે, ઈન્ફ્લુએન્ઝાની વેક્સીન સંક્રમણથી બચવા માટેનો સૌથી પ્રભાવી વિકલ્પ છે.

મુંબઈના કન્સલ્ટન્ટ ડાયાબિટોલોજિસ્ટ ડૉ. રાજીવ કોવિલ માને છે કે ઈન્ફલ્યુએન્ઝા વેક્સીન સલામત છે. ઈન્ફલ્યુએન્ઝા સામે સમયાંતરે વેક્સીનેશન થવુ ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ગંભીર બીમારીઓ ધરાવતા દર્દીઓ માટે. જ્યારે ડો. જેજાે કરણકુમાર કહે છે કે ઈન્ફલ્યુએન્ઝા ચેપ સામે વધુ રક્ષણ સુનિશ્ચિત કરવા માટે વેક્સીન એ જ ચાવી છે. દેશમાં જાગૃતિના અભાવે સીઝનલ ફ્લૂને ઘણીવાર અવગણવામાં આવે છે. SS3.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.