વડાપ્રધાન મોદીની ક્રિકેટ ડિપ્લોમસી ઓસી. વડાપ્રધાન સાથે મેચ જાેઈ
અમદાવાદ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૪ ટેસ્ટ મેચની સિરિઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. મેચના દિવસે બંને દેશના વડાપ્રધાન મેચ જાેવા માટે સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને દેશના કેપ્ટન સાથે મુલાકાત કરી હતી અને એક ખાસ ટોપી આપીને સન્માનિત કર્યો હતો. તેટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનિઝ સાથે મેચ જાેઈ હતી.
ભારત માટે ‘Cricket Diplomacy’ કોઈ નવી વાત નથી. તેનું તાજું ઉદાહરણ અમદાવાદમાં જાેવા મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનિઝ સાથે ભારત અને ઓસ્ટ્રેલિયાની ચોથી ટેસ્ટ મેચ જાેઈ હતી. તે દરમિયાન બંને વડાપ્રધાન રાષ્ટ્રગીત ગવાયું ત્યારે પોતપોતાની ટીમ સાથે ઊભેલા જાેવા મળ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
યૂપીએ સરકારના સમય કરતાં અલગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Cricket Diplomacy અને ‘ભારત-પાકિસ્તાન બ્રેકેટ’થી બહાર કાઢવાની કોશિશ કરી છે. પીએમ મોદીએ એક ફ્રેન્ડલી દેશને અમદાવાદનું આમંત્રણ આપ્યું જેથી તેમની સાથે ભારતનો સંબંધ મજબૂત થઈ શકે અને તેના માટે ક્રિકેટથી વધુ બીજું કંઈ નથી.
સૂત્રો જણાવે છે કે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનિઝને ભારતીય કલ્ચર સાથે હળવા-મળવાની કોશિશ કરી હતી. પીએમ એલ્બાનિઝે અમદાવાદમાં હોળી રમી અને દુનિયાને બંને દેશ વચ્ચે વધતી દોસ્તીનો સંદેશ આપ્યો. વર્ષ ૨૦૦૫માં તત્કાલિન પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ભારતની મુલાકાત લીધી હતી અને દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિમ (હવે અરુણ જેટલી સ્ટેડિયમ)માં મનમોહન સિંઘ સાથે મેચ જાેઈ હતી. મનમોહન સિંઘે તે સમયે મુશર્રફને મેચ જાેવા માટે આમંત્રણ આપ્યું હતું અને કહ્યુ હતુ કે, ‘ક્રિકેટ અને બોલિવૂડનો પ્રેમ બંને દેશોને એકબીજા સાથે જાેડી રાખે છે.’
ત્યારબાદ વર્ષ ૨૦૧૧માં યુસુફ રઝા ગિલાની મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની સેમિફાઇનલની મેચ જાેવા ભારત આવ્યા હતા. પછી બંને નેતાઓએ એવી જ રીતે મુલાકાત લીધી હતી, જેવી રીતે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ દરમિયાન ગુરુવારે અમદાવાદમાં બે દેશના વડાપ્રધાન જાેવા મળ્યા હતા. જાે કે, કેટલાક પ્રયત્નો પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ તણાવપૂર્ણ બન્યા રહે છે. SS3.PG