વિભિન્ન રાજ્યોની ભાષા જાણનારા જવાનોને કેદારનાથ યાત્રામાં તૈનાત કરાશે
દહેરાદૂન, કેદારનાથ યાત્રાને પગલે પોલીસ તંત્રએ કમર કસી લીધી છે. યાત્રા અંગે આ વખતે પોલીસ તરફથી નવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ સિવાય કેદારનાથ નેશનલ હાઈવે પર ડેન્જર ઝોનના ટ્રીટમેન્ટને લઈને પણ એસપીએ જિલ્લા તંત્રને રિપોર્ટ સોંપ્યો છે. પોલીસે જણાવ્યુ કે કેદારનાથ યાત્રામાં દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે, પરંતુ તેમને સુવિધાઓ ન મળવાથી તકલીફનો સામનો કરવો પડે છે.
આ વખતે પોલીસ તંત્ર તરફથી મુસાફરોને શ્રેષ્ઠ સુવિધાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. યાત્રા દરમિયાન સ્થાનિક ભાષાની મોટી સમસ્યા હોય છે. અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો એવા હોય છે, જે પોતાની ભાષા જ સમજી શકે છે. તેમને હિન્દી ભાષાનું પણ જ્ઞાન હોતુ નથી. દરમિયાન પોલીસ તંત્ર તરફથી મુસાફરો માટે એવા જવાનોની તૈનાતી કરવામાં આવશે, જે વિભિન્ન રાજ્યોની ભાષાઓનું જ્ઞાન ધરાવતા હોય. આ સિવાય તે જવાનોની પસંદગી કરવામાં આવશે, જેમનો વ્યવહાર જ તેમની ઓળખ છે. આવા જવાનોને કેદારનાથ યાત્રામાં તૈનાત કરવામાં આવશે. જેનાથી તેઓ યાત્રાળુઓનો વ્યવહાર કુશળતાથી સમજી શકે અને તેમની દરેક સંભવ મદદ કરી શકે. SS2.PG