Western Times News

Gujarati News

એચ૧એન૩ ઇન્ફ્લૂએન્ઝા વાઇરસથી ભારતમાં બેનાં મોત

નવી દિલ્હી, દેશમાં કોરોનાની જેમ ફેલાઈ રહેલા એચ૧એન૩ ઈન્ફલ્યુએન્ઝાને કારણે પ્રથમ વખત મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં એચ૧એન૩ના ૯૦ કેસ નોંધાયા છે. જાે કે સુરતથી મળતા અહેવાલો મુજબ સુરતના કાપોદ્રામાં એક મહિલાનું ઇન્ફ્લૂએન્ઝાના કારણે મોત થયું છે. તેના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે ક્યા સ્ટ્રેનના કારણે તેનુ મોત થયું છે.આ વાયરસની ઝપેટમાં આવ્યા પછી, એક મૃત્યુ હરિયાણામાં, જ્યારે બીજું મૃત્યુ કર્ણાટકમાં થયું છે.હાલમાં ઇન્ફ્લૂએન્ઝા એચ૧એન૩ દેશમાં કોરોનાની જેમ ફેલાઇ રહ્યો છે. લોકો આ વાયરસને સાધારણ વાયરસ ઘણી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં એચ૧એન૧ના ૮ કેસ નોંધાયા છે. કુલ ઈન્ફલ્યુએન્ઝા ત્રણ પ્રકારના હોય છે. એચ૧એન૧, એચ૧એન૩ અને ઈન્ફલ્યુએન્ઝા બી જેને યામા ગાટા કહેવામાં આવે છે. ભારતમાં હાલ, બે પ્રકારના ઈન્ફલ્યુએન્ઝા વાયરસ એચ૧એન૧ અને એચ૧એન૩ની હાજરી નોંધવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ઈન્ફલ્યુએન્ઝા છ નો સબટાઈપ એચ૧એન૩ વાયરસ છે, જેને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ એડવાઈઝરી પણ જારી કરી છે.

લક્ષણો- ખૂબ તાવ, સખત માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ગળામાં દુખાવો, તીવ્ર ઉધરસ, શરદી અને ફેફસામાં તકલિફ જાે તમને પણ આવા લક્ષણો દેખાય છે, તો ડૉક્ટરનો સંપર્ક કરો. આ સિવાય જાે તમે તેની પકડમાં આવો તો બને તેટલો આરામ કરો. પાણી પીતા રહો શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. બહારનો ખોરાક બિલકુલ ન ખાવો અને પ્રવાહી ખોરાક લો. તેનાથી તમને જલ્દી રાહત મળશે. આને અવગણવા માટે, તમારે ફ્લૂની રસી લેવી જાેઈએ, સાથે જ તેનાથી સંક્રમિત લોકોથી અંતર રાખવું જાેઈએ. તમારા હાથને સ્વચ્છ રાખો અને સામાજિક અંતરનું પાલન કરો. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.