Western Times News

Gujarati News

કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત અમરેલી જિલ્લામાં ૩૩૩૬ અરજીઓ મંજુર કરાઈ હતી

રૂ. ૩૭૬.૦૨ લાખની સહાય ચૂકવાઈ : સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા

વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા દ્વારા કુંવરબાઈનુ મામેરુ યોજના અંતર્ગત અમરેલી જિલ્લામાં મંજૂર કરાયેલી અરજી તથા ચુકવાયેલ સહાય, યોજનાના માપદંડ, પુરાવા તથા રાજ્યમાં વધુ ને વધુ નાગરિકોને આ યોજનાનો લાભ મળે તે માટે સરકારનુ શું આયોજન છે તેની માહિતી આપવામાં આવી હતી. 3336 applications approved in Amreli district under Kunvarbai’s Mameru Yojana

મંત્રીશ્રીએ કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત અમરેલી જિલ્લામાં મંજૂર કરાયેલી અરજીઓ તથા ચુકવવામાં આવેલી સહાય અંગે જવાબ આપતા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ૩૩૩૯ માંથી ૩૩૩૬ અરજીઓ મંજૂર કરી રૂ. ૩૭૬.૦૨ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

મંત્રી શ્રીએ રાજ્યના વધુ નાગરિકોને લાભાન્વિત કરાવવા સરકારના આયોજન વિશે જણાવ્યું હતું કે, કુંવરબાઇનું મામેરું યોજનાનો લાભ જરૂરિયાતમંદ નાગરિકોને અપાવવા સરકાર સતત કાર્યરત છે.. જે મુજબ પહેલા યોજનાનો લાભ લેવા માટે ૧૩ પુરાવા રજૂ કરવા પડતાં હતાં જેમાં સુધારો કરી હવે માત્ર ૪ પુરાવા જ રજૂ કરવાના હોય છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ  કુંવરબાઈનું મામેરું યોજના વિશે માહિતી આપતા કહ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે “કુંવરબાઈનું મામેરું યોજના” ઘણા સમયથી કાર્યરત છે. કુંવરબાઇનું મામેરું યોજનામાં લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા ૧૨ હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, પુનઃ લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.