કૂતૂબ મહેમૂદ દાદા સોહરવરદીની દરગાહ ખાતે ૬૮૬માં ઉર્ષની ઉજવણી કરાશે
(પ્રતિનિધિ)વિરપુર, ગુજરાત રાજ્યના મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકા ના કારંટા ખાતે આવેલ કોમી-એકતાની જીવંત મિસાલ એવી કૂતૂબ મહેમૂદ દાદા સોહરવરદીની દરગાહ ખાતે પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વરસે પણ ૬૮૬ માં ઉર્ષ ની શાનદાર ઉજવણી કરવામાં આવનાર છે. તા-૧૭-૩-૨૦૨૩ ને શુક્રવાર ના દિવસે રાત્રે ઈશાની નમાજ બાદ સંદલ શરીફ (ચંદન)ની વિધિ ઈસ્લામિક વાતાવરણમાં કરવામાં આવશે અને તા-૧૮-૩-૨૦૨૩ શનિવારના રોજ ઉર્ષ ઉજવવામા આવશે.
દરગાહ કમિટી દ્દવારા તૈયારીઓ કરવામાં આવી રહીછે..આ ગુજરાત ની એવી દરગાહ છે જ્યા હિન્દુ-મુસ્લિમનો કોઈ ભેદભાવ જાેવા મળતો નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, સહિત ગુજરાતના ખુણે-ખુણા થી લાખો દર્શનાથી ઓ આ ઉર્ષ નો લાભ લેવા અને પોતાની મનોકામના પૂર્ણ કરવા દુઆ-પ્રાથનાઓ કરી ધન્યતા અનુભવતા નજરે પડે છે. લોક-સેવા એજ પ્રભુ-સેવા ઉકત પંકતિ ને સાથૅક કરતાં કારંટા ગામ ના જનસેવા ટ્રસ્ટ ના નવયુવાનો મળીને છેલ્લા છ માસ ઉપરાત ના સમયથી દરરોજ સાજે લંગર નિશુલ્ક ભોજન પિરસવામાં આવી રહ્યુછે જે માનવતાની મહેક દર્શાવતો જીવંત દાખલો અહીં જાેવા મળી રહ્યો છે.