Western Times News

Gujarati News

ભરૂચમાં સસ્તી કિંમતે સોનુ વેચવાની લાલચ આપી લોકોને ઠગતી ટોળકીના ચાર સાગરીતો ઝડપાયા

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચમાં સસ્તી કિંમતે સોનુ વેચવાની લાલચ આપી લોકોને ઠગી લેતી ટોળકીને એસઓજી ઝડપી પાડી ૪ આરોપીઓની ધરપકડ કરી ૧૬.૫૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલની સૂચના અને માર્ગદર્શન આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એ.એ.ચૌધરીએ પો.સ.ઈ એ.વી.શિયાળીયા તથા આર.એસ.ચાવડાને પોલીસ સ્ટાફ સાથે ફિલ્ડમાં એક્ટિવ રહેવા સૂચના આપી હતી.ચાર્ટર મુજબની કામગીરી અંગે ભરૂચ શહેર વિસ્તારમા એસસોજીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પીએસઆઈ એ.વી.શિયાળીયા નાઓને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ સફેદ કલરની સ્વીફટ કારમાં ચાર ઈસમો સોનાના બિસ્કીટ લઈ વેચવા માટે ફરે છે.આ શખ્શો છેતરપીંડી કરવાના હેતુથી શેરપુરા વિસ્તારમાં ફરે છે જે હકિકત આધારે શેરપુરા બાયપાસ પાસે આવેલ ઝમઝમ એપાર્ટમેન્ટ નજીક વોચ ગોઠવવામાં આવી હતી.

આ દરમ્યાન બાતમી હકિકતવાળી સ્વીફ્ટ કર નંબર જીજે ૧૨ એફસી ૦૫૧૫ આવતા તેને અટકાવી કારની તલાસી લેવામાં આવતા તેમા ચાર ઈસમ હતા જે ઈસમો પૈકી ઈબ્રાહિમ શાહ જુસબશાહ શેખ પાસેથી ઝડતી દરમ્યાન પેન્ટના ખિસ્સા માંથી લાલ કાપડની નાની થેલીમા સોના જેવા ધાતુના બે બિસ્કીટ મળી આવ્યા હતા.આ ઉપરાંત બીજા ઈસમ રઝાક અલાના સોઢા નાઓના ઝડતી દરમ્યાન તેમના પેન્ટના ખિસ્સા માંથી લાલ કાપડની નાની થેલીમા વધુ બે સોના જેવા ધાતુના બે બિસ્કીટ મળી આવ્યા હતા.આ સોનાના બિસ્કિટ બાબતે બીલ કે અન્ય આધાર પુરાવા માટે પુછતા સંતોષકારક જવાબ મળ્યો નહતો.ચારેયની અટકાયત કરી સોના જેવી ધાતુના બિસ્કીટ જવેલર્સ પાસે ચેક કરાવતા મળી આવેલ ચાર બિસ્કીટ પૈકી બે બિસ્કીટ સોનાના તથા બે બિસ્કીટ નકલી હોવાનું સામે આવ્યું હતું. આ કિંમતી ધાતુ આ ઈસમો ચોરી કે છળકપટ થી મેળવેલ હોવાનુ જણાઈ આવતા આ મુદ્દામાલ સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ તેમજ ઈસમને સી.આર.પી.સી કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરવામા આવેલ હતા. બનાવની આગળની કાયદેસર કાર્યવાહી ભરૂચ શહેર “બી” ડીવી. પો.સ્ટે. ને સોપવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.