અપહરણ અને ખૂન કરી સાઉદી ભાગેલા હત્યારાને CBI પકડી ભારત લાવી
કેરલ પોલીસ દ્વારા અપહરણ અને હત્યાના એક સનસનીખેજ મામલામાં સંડોવાયેલ મોહમ્મદ હનીફા મક્કત સઉદી અરબમાંથી પકડી પાડવામાં આવ્યો છે.
(એજન્સી)નવી દિલ્હી, CBIએ ઈંટરપોલની મદદથી એક વર્ષની અંદર જ ૩૩ ભાગેડૂને સમર્પણ કરાવવામાં મદદ મળી છે. તેના માટે એક વિશેષ ઓપરેશન ચલાવવમાં આવ્યું અને તેનું કોડનેમ ત્રિશૂલ રાખવામાં આવ્યું હતું. 33 fugitives who fled abroad after scandal were brought back to India
સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશમાંથી ભાગેલા અપરાધિઓની શોધ કરવા અને તેમને પકડીને પાછા લાવવા તથા કાનૂની કાર્યવાહી કરવી તેનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે. ઓપરેશન ત્રિશૂલ અંતર્ગત ૨૦૨૨માં ૨૭ ભાગેડૂને પાછા લાવ્યા
જ્યારે ૨૦૨૩ના ત્રણ મહિનામાં ૬ અન્ય આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે. હકીકતમાં ગત વર્ષે ઈંટરોપલના સંમેલનમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આવા ઓપરેશનની જરુરિયાત પર ભાર આપ્યો હતો. સૂત્રોએ કહ્યું કે, આ ઓપરેશન અંતર્ગત પ્રત્યર્પણના ક્રમમાં સૌથી મોટુ નામ મોહમ્મદ હનીફા મક્કતનું છે.
જેને કેરલ પોલીસ દ્વારા અપહરણ અને હત્યાના એક સનસનીખેજ મામલામાં સંડોવાયેલ હતો. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, તેને રવિવારે સઉદી અરબમાંથી પકડી પાડવામાં આવ્યો છે.