Western Times News

Gujarati News

Silicon Valley Bank ઈફેકટઃ RBIએ ભારતીય બેંકો પાસે માહિતી માંગી

ભારતની તમામ બેંકો રિટેલ ડિપોઝીટર પર વધુ આધારીત હોવાથી તેઓને અમેરિકી બેંકીંગ કટોકટીની કોઈ આડી અસર થશે નહી

મુંબઇ, અમેરિકાની સીલીકોન વેલી બેંક ધરાશાયી થયા બાદ હવે ભારતમાં તેની અસર અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા હરકતમાં આવી છે અને ભારતીય બેન્કો તેમજ સ્ટાર્ટઅપ સહિતની કંપનીઓ ઉપરાંત નોનબેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ પર તેની થઈ શકતી અસરો પર માહિતી મેળવવાનો પ્રારંભ કર્યો છે. Silicon Valley Bank collapse

સૂત્રોના જણાવ્યા મુજબ બેંકીંગ રેગ્યુલેટર દ્વારા તમામ બેંકોને સીલીકોન વેલી બેંકમાં તેના ઈકવીટી રોકાણ તેમજ ડિપોઝીટ અને તેમના સ્ટાર્ટઅપને આ બેંક મારફત અપાયેલા ધિરાણ અંગે માહિતી આપવા રિઝર્વ બેંકે જણાવ્યું છે.

આ ઉપરાંત નોન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ કે જે સ્ટાર્ટઅપને ધિરાણ કરે છે તેમને પણ અમેરિકી બેંકો સાથેના તેમના ઈકવીટી સહિતના રોકાણ અંગે રિપોર્ટ આપવા જણાવાયું છે.

આરબીઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ ભારતની તમામ બેંકો રિટેલ ડિપોઝીટર પર વધુ આધારીત હોવાથી તેઓને અમેરિકી બેંકીંગ કટોકટીનો કોઈ આડી અસર થશે નહી પરંતુ સીલીકોન વેલી બેંક સહિતની અમેરિકી બેંકોએ જે રીતે ભારતમાં મોટાપાયે ધિરાણ કર્યુ છે

તે કંપનીઓમાં ભારતીય બેંકોનું પણ ધિરાણ અને અન્ય રીતે તેની સાથે સંકળાયેલા હોય તો તે ખાતા પર અસર પડી શકે છે.
ખાસ કરીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડીયા વગેરે જે અમેરિકામાં પણ પોતાનું વ્યાપક નેટવર્ક ધરાવે છે તેની માહિતીમાં રિઝર્વ બેંકને કોઈ કડી મળે તેવી સંભાવના છે.

જાે કે સીલીકોન વેલી બેંક એ અમેરિકાની ૧૬મી સૌથી મોટી બેંક હતી અને હાલમાં તેનું કામકાજ યથાવત રીતે શરુ થાય તેવી શકયતા છે. પરંતુ આરબીઆઈ દ્વારા કોઈપણ પ્રકારની અસર ન થાય તે ચકાસાઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.