નકલી પોલીસ તરીકે ઓળખ આપનાર યુવતી સામે ખંડણી-એટ્રોસિટીનો ગુનો દાખલ
ભરૂચમાં નકલી પોલીસ બની તોડ કરવાનો મામલો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં વ્યાજખોરીની ડ્રાઈવ પણ કેટલાક બેરોજગારો માટે રોજગારીનું સાધન બની ગયું છે અને પોલીસ બની કેટલાક લોકોને વ્યાજખોરી સાબિત કરવાના પ્રયાસો કરવા, A case of extortion-atrocity has been filed against the girl who identified herself as a fake police
સાથે બ્લેકમેલ કરી રૂપિયા તોડી રહ્યા હોવાની ઘટના સામે આવતા ભરૂચના કસક વિસ્તારમાં પોલીસ ચોકી નજીક બોલાવી નકલી પોલીસ તરીકે ઓળખ આપનાર અને એક યુવતી સામે ખંડણી એટ્રોસિટી અને નકલી પોલીસ બનવા બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી જીગ્નેશ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓને આરોપી મોહમ્મદ અફઝલ શેખ અને કૃતિ પટેલે કસક સર્કલ નજીક પોલીસ ચોકી નજીક બોલાવ્યા હતા અને ફરિયાદી સામે વ્યાજખોરીની ફરિયાદ છે તેમ કહી કૃતિને તમે શાના પૈસા આપ્યા હતા અને કેટલું વ્યાજ લો છો,
તેમ કહી ફરિયાદીને વ્યાજખોર સાબિત કરવાના પ્રયાસો કર્યા હતા અને તમાને જ્યારે બોલાવું ત્યારે પોલીસ સ્ટેશન આવવું પડશે.. તેમ કહી કસક પોલીસ ચોકી નજીક મોડી રાત્રે બોલાવી ફરિયાદમાં સમાધાનના નામે રોકડા રૂપિયા ૨૫,૦૦૦ નો તોડ કર્યો હતો અને ફરિયાદીને માર માર્યો હતો.
જેના પગલે ફરિયાદી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને રૂપિયા તોડનાર કોઈ પોલીસ ન હોય તેમજ તે ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોય જેના પગલે ફરિયાદીએ તોબડતોબ સી ડિવિઝન પોલીસ મથકે તેના ઓડિયો સાથે ફરિયાદ આપી હતી.
અને નકલી પોલીસ તરીકે ઓળખ આપી ફોન ઉપર દબડાવનાર મોહમ્મદ અફઝલ શેખ અને કૃતિ પટેલ સામે નકલી પોલીસની ઓળખ તરીકે દબડાવવાની તેમજ જાતિ વિશે ગાળો ભાંડવા અને ખંડણી એટ્રોસિટી અંગેની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીને ફોન ઉપર પોલીસ તરીકેની ઓળખ આપી ધમકાવાના પ્રયાસના પ્રકરણમાં મોહમ્મદ અફઝલ શેખ ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોય તેવું સામે આવ્યું છે એટીએમ તોડવા તથા લુટ સહિતના ગુનાનો ભૂતકાળમાં આરોપી રહી ચૂક્યો હોવાની માહિતી સામે આવતા પોલીસે પણ તેની તપાસ શરૂ કરી છે
મોહમ્મદ અફઝલ શેખ અગાઉ એ ડિવિઝનની હદમાં પણ નકલી પોલીસ તરીકેની ઓળખ આપી ફરિયાદીને હેરાનગતિ કરી હોવાના પ્રકરણમાં એકવાર નહીં પરંતુ ઘણી વખતે ઝડપાઈ ચુક્યો છે
અને ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોય તેવી માહિતી સાંપડી રહી છે અને તેની સામે સંખ્યાબંધ ગુનાઓ હોવાની પણ માહિતી સામે આવતા સમગ્ર પ્રકરણની તપાસ ડીવાયએસપીને સોંપાઈ હોવાની મળી રહી છે.