Western Times News

Gujarati News

કપડવંજના આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફની અનિયમિતતાથી પ્રજાને મુશ્કેલી

દર્દીઓને સારવાર લીધા વગર પરત જવું પડે છે

ડાકોર, ભારત સરકાર દ્વારા ગ્રામીણ પ્રજાનેે પ્રાથમિક સારવાર મળી રહે એ માટેથી સરકાર દ્વારા દરેક ગામડાઓમાં પીઅચ.સી.સી. એચ.સી. તેમજ સબ સેન્ટરો ખોલવામાં આવ્યા છે. Irregular staffing in the health centers of Kapdvanj causes hardship to the public

જેથી ગ્રામજનોને સારવાર માટે મોટા શહેરોમાં જવુ ન પડે અને સમયસર સારવાર મળી રહે, પરંતુ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકામાં પીએચસી સીએચસી અને સબ સન્ટરોમાં ડોક્ટરો તેમજ સ્ટાફ પોતાની મનમરજીથી આવે છે.

આ અંગે કપડવંજ તાલુકાના થ્‌ઉઆ ગામના સામાજીક કાર્યકર કમલેશ એન.ચૌહાણે તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અધિકારીને લેખિત ફરીયાદ કરીને તેમના તાબા હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને તેના સબ સેન્ટરોમાં સ્ટાફની બેદરકારી તરફ ધ્યાન દોરીને તબીબો, તથા ડોક્ટરોની ફરજ પ્રત્યેની નિષ્ઠા અંગે સવાલો ઉઠાવ્યા હતા.

આથી આરોગ્ય કેન્દ્રમાં અવાર નવાર સ્ટાફની ગેરહાજરી તથા ફરજ પ્રત્યેની નિષ્ઠા અંગે શંકાની સોય તકાઈ રહ્યા હોવાનું જણાવેલ છે. હાજરી પત્રકમાં સહિઓ કરી હોવા છતાંય સ્ટાફ હાજર રહેતો નથી. અને દરરોજ બપોરના ત્રણ વાગ્યા પછી આવા વિવિધ તાલુકા આરોગ્ય કેન્દ્ર ઉપર તાળાઓ લાગી જાય છે. અને દર્દીઓને સમયસર સારવાર મળતી નથી.

તેમજ કેટલાંક કિસ્સાઓમાંં તો આકસ્મિક સંજાેગોમાં જરૂરતમંદ દર્દીઓને સારવાર વિના જ પાછા જવુ પડતુ હોય છે.
આ સંજાેગોમાં કસુરવાર ડોક્ટરો તથા સ્ટાફ સામે જરૂરી પગલાં લઈ ફરજ મોકૂકફી જેવી સજાઓ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.