Western Times News

Gujarati News

લાકડી-ધોકા અને ધારીયા સાથે સાળો પહોંચ્યો સગી બેન-બનેવી પર હુમલો કરવા

સગા બેન-બનેવી પર સાળાએ હુમલો કરી વાહનમાં તોડફોડ કરી

મોરબી, અહીંના વીસીપરામાં જૂની અદાવતનો ખાર રાખીને સગા સાળાએોએેેે તેના બહેન-બનેવી સહિત પરિજનોના વાહનોમાં તોડફોડ કરી મુકી હતી. અને તેમના પર હુમલો કરી માર માર્યો હતો. આ ઘટનામાં ૧૧ શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. The brother-in-law attacked with stick and dhariya to attack sister.

વીસીપરામાં રહેતા તાજ મોહમ્મદભાઈકરીમભાઈ દાઉદભાઈ મોવર, આદિલ સિકંદરભાઈ સેડાત, સલીમભાઈ જુસબભાઈ કટીયા, નિઝામભાઈ જુસબભાઈ કટીયા, ઈકબાલભાઈ જુસબભાઈ કટીયા,મુસાભાઈ કટીયા, ઈરફાનભાઈ નુરમામદ ઓડ, વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છેે કે

તેમના પત્ની રઝીયાની સાથે તેમના સાળાઅઓએ સામાન્ય બોલાચાલીમાં ઘણા સમયથી વહેવાર કાપી નાંખ્યો હતો. અને થોડા સમય પહેલાં જુમાભાઈના દિકરાના લગ્ન હોય જેમાં તેમનેે આમંત્રણ આપ્યુ નહોતુ. પરંતુ તેમના સાળી રોશનબેને ઈબ્રાહિમભાઈને આમંત્રણ આપતા તેઓ પ્રસંગમાં ગયા નહોતા.

જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો. તા.૧રમી ના રોજ તેઓ વીસીપરા રમેશ કોટન મીલની બાજુમાં આવેલ પોતાના ઘરે હતા જ્યાં તેમની સાથે તેમની પત્ની તેેમના ૩ દિકરા, તેમની સાળી રોશનબેન અને તેનો પુત્ર અને તેમના વેવાઈ સહિતના લોકો હાજર રહ્યા હતા. એ સમયે તેમના વાહનમાં તોડફોડ કરી મુકી હતી.

તોડફોડ કરવાના અવાજને કારણે તેઓ ઘરની બહાર આવ્યા હતા. તો તેના સાળાઓ તથા તેમના મામાજી સસરા તેમજ અન્ય આરોપીઓ મળીને તેમના વાહનોમાં તોડફોડ કરતા હતા. જ્યાં આરોપીઓ પાસેે લાકડી, ધોકા, ધારીયા, તથા છૂટા પત્થરો હતા.

પત્ત્ની સાથે આ લોકોને રોક્વા જતાં તમામ ઈસમો તેમના તરફ આવ્યા હતા અને તેમને મારવા દોડ્યા હતા. સલીમ જુસબે પોતાના હાથમાં રહેલા ધારીયું તેને મારતા ગંભીર ઈજા પહોંચી હતી.

આ ઉપરાંત તેની પત્ની અને પુત્રને પણ આ ઘટના દરમ્ય્ન ઈજાઓ પહોંચી હતી. આ શખ્સોએે જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.