Western Times News

Gujarati News

રાત્રે 2.30 વાગે જવેલરીના શો રૂમની સિક્યોરીટી સિસ્ટમમાંથી એલર્ટ મેસેજ આવ્યો અને….

પ્રતિકાત્મક

પલસાણાના કડોદરામાં જવેલરીના શો રૂમમાંથી લાખોના દાગીનાની ચોરી

બારડોલી, પલસાણા તાલુકાના કડોદરામાં વધુ એક જ્વેેલર્સનો શો રૂમમાં ચોરીની હકીકત સામે આવી છે.રાત્રી દરમ્યાન બે તસ્કરોએે કડોદરા ચાર રસ્તા પર આવેલી મોનિકા જ્વેલર્સની દુકાનમાં ઘુસી સોના ચાંદીના દાગીના મળી કુલ ૪.પ૭ લાખ રૂપિયાની ચોરી કરી જતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ મામલે જ્વેલર્સની ફરીયાદના આધારેેે ગુનો નોંધી સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. At night an alert message came from the security system of the jewelery show room and….

કડોદરાના દેસાઈ ફળીયામાં રહેતા અભિષેક રમેશભાઈ સોની (મૂૃળ.રહે.કેવરલી, આબુ રોડ, જી.સિરોહી, રાજસ્સાથન) કડોદરા ચાર રસ્તા ખાતે આવેલા ગીતા હાઉસમાં મોનિકા જ્વેલર્સ નામથી સોના ચાંદીના દાગીનાની શો રૂમ ધરાવે છે. તેમણે હાલમાં જ આ શો રૂમ ચાલુ કર્યો છે.

૧રમી માર્ચના રોજ રાત્રીના ૯ વાગ્યે દુકાન બંધ કરતી વખતેેે સોના-ચાંદીના દાગીના અને અન્ય કિંમતી સામાન લોકરમાં મુકી દીધા હતા. અને શોકેસમાં મુકેલા દાગીના અને અન્ય કિંમતી સામાન જે તે સ્થિતિમાં રહેવા દઈ શો રૂમ બંધ કરી દીધો હતો.

દરમ્યાનમાં સોમવારે મળસ્કેે અઢી વાગ્યાની આસપાસ અભિષેક સોનીના મોબાઈલ ફોન પર શો રૂમની સિક્યોરીટી સિસ્ટમમાંથી એલર્ટ મસેેજ આવતા જ તેમણે સીસીટી કેમેરા ઓનલાઈન જાેતાં અંદર બે ચોર ચોરી કરતાં નજરે પડ્યા હતા. આથી તેઓ તરત જ શો રૂમ પર ગયા હતા અને પોલીસને પણ જાણ કરી દીધી હતી.

કડોદરા જીઆઈડીસી પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. અંદર જાેઈને તપાસ કરતાં ઈમરજન્સી દરવાજાે તૂટેલી હાલતમાં હતો. અને શોકેસમાં રાખેલા તમામ સોના ચાંદીના દાગીના ચોરી થઈ ગયા હતા. સીસીટીવી તપાસતા રાત્રીના દોઢેક વાગ્યે બીજા માળેેેેે બાજુના બિલ્ડીંગ પરથી દુકાનના ધાબા પર ચઢી ઈમરજન્સી દરવાજાે ખોલ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.