Western Times News

Gujarati News

પ્રશ્ન હલ નહીં થાય તો આ બેંકના કર્મચારીઓની ૩૧ માર્ચથી હડતાળની ચિમકી

પ્રતિકાત્મક

Bank of Barodaની ગ્રામીણ શાખામાં-ભરતી કરવાની માંગ સાથે કર્મચારીઓના ધરણા

વડોદરા, સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી ગ્રામીણ બેંક ઓફ બરોડામાં કર્મચારીઓની ભરતી બંધ કરી દેવામાં આવતા જાેઈન્ટ ફોરમ ઓફ બેંક ઓફ બરોડા સોન્સર્સ આર. આર.બી. યુનિયનના નેજા હેઠળ કર્મચારીઓએ અલકાપુરી બેંક ઓફ બરોડા સ્થિત કચેરીના પટાંગણમાં ધરણા કર્યા હતા. કર્મચારીઓએ સરકારની નીતિ વિરૂધ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. If the issue is not resolved, the employees of this bank will go on strike from March 31

કર્મચારી મંડળે ચિમકી આપતાં જણાવ્યુ હતુ કે વહેલી તકે પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો તા.૩૧મી માર્ચથી બેમુદતી હડતાળ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે સરકાર દ્વારા ભરતી બંધ કરી દેવામાં આવતા બેરોજગારી કેવી રીતે દૂર થશે? સરકાર દ્વારા અનેક સરકારી કર્મચારીઓમાં ભરતી કરવામાં આવતી નથી.

જાેઈન્ટ ફોરમ ઓફ બેંક ઓફ બરોડા સોન્સર્સ આર.આર. બી.યુનિયનના સંયોજક શિવકરણ દ્વિવેદીએ જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી સરકાર દ્વારા ગુજરાત, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન ખાતે આવેલી ગ્રામીણ બેંક ઓફ બરોડા શાખાઓમાં નવી ભરતી ઉપર રોક લગાવી દેવામાં આવી છે. પરિણામેે ગ્રામીણ બેંકોમાં ગ્રાહકોની સાથે કર્મચારીનેે પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવ્યો છે.

અનેક વખત ભરતી બાબતે રજુઆત કરવા છતાં સરકાર દ્વારા નવી ભરતી કરવામાં ન આવતા આજે ત્રણેય રાજ્યોના કર્મચારીઓ, દ્વારા હેડ ઓફિસો ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જેમાં આજે વડોદરા અલકાપુરી ખાતે આવેલી બેંક ઓફ બરોડાની હેડ ક્વાર્ટર ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.