Western Times News

Gujarati News

એવું તે શું થયું કે ફૂટપાથ પર ઉંઘી રહેલી ભિક્ષુક મહિલાની પથ્થર મારી હત્યા કરાઈ (જૂઓ વિડીયો)

સીસીટીવી ફૂટેજ સામે આવતા હત્યારાની ધરપકડ

વડોદરા, વડોદરાના દાંડીબજાર વિસ્તારમાં ફૂટપાથ પર સુૂઈ રહેલી ૬૯ વર્ષની મહિલાની પત્થર મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના ગત રાત્રી દરમ્યાન સામે આવી હતી. આ મામલે પોલીેસેે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી લેવામાં આવ્યા હતો. What happened was that a beggar woman who was sleeping on the footpath was stoned to death

વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલ ગોદડીયા વાસમાં રહેતા સવિતાબેન કિશનભાઈ વાઘરી (ઉ.વ.૬૯) દાંડીયાબજાર વિસ્તારમાં યમુના અગરબત્તીની દુકાન આગળ ફૂટપાથ પર સુઈ રહ્યા હતા ત્યારે ધસી આવેલ નવાપુરા મહેબુબપુરા વિસ્તારના જ નઝીર ઉર્ફે ટકલો રહીમભાઈ શેખ નામની વ્યક્તિએ મહિલાની શારીરિક છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.

મધરાતે બનેલી આ ઘટનામાં મહિલાએ તેનો પ્રતિકાર કરતાં ઉશ્કેરાયેલા નઝીર ટકલાએે નજીકમાંથી મોટો પત્થર લઈ આવીને મહિલાને પત્થર મારીને છૂંદી નાંખી હત્યા કરી દીધી હતી.

આ અંગેની પોલીસને જાણ થતાં ઘટના સ્થળે ધસી ગયેલી પોલીસે આસપાસમાંથી સીસીટીવના ફૂટેજ મેળવીને તપાસ કરતા આખો ભેદ ગણતરીના કલાકોમોં જ ઉકેલાઈ ગયો હતો. જેના આધારે હાલમાં પાણીગેટ દરવાજાની ઉપર પડી રહેલા નઝીર ટકલાની ધરપકડ કરી હતી. મૃતક સવિતાબેન ગત તા.૩ જી માર્ચના રોજથી સાંજે ચાર વાગ્યાથી ઘરેથી નીકળી ગયા હતા. તેઓની તા. ૯મી રાત સુધી કોઈ જ પત્તો નહોતો.

એ રાત્રીની સીસીટીવીના ફૂટેજ મુજબ તેઓ દાંડયા બજારમાં ફૂટપાથ પર સુઈ રહેલતા હોવાનું બહાર આવ્યુ હતુ. મહિલા અસ્થિર મગજની હોવાનું પોલીસ તેના પરિવારજનો એ પોલીસને જણાવ્યુ હતુ. ભીક્ષુક હોવાનો ડોળ કરતાં ઝડપાયેલા નઝીર ટકલાની સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં દસ ઉપરાંત ગુનાઓ નોંધાયેલા છે. પોલીસેે તેેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.