Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી Ricky Ponting આલિશાન બંગલો ખરીદ્યો

નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયાની ટીમના શાનદાર બેટ્‌સમેન રિકી પોંટિંગની ઓળખાણ આપવાની જરુર નથી. પોતાના ક્રિકેટના દિવસોમાં તેણે એકથી એક શાનદાર ઈનિંગ્સ રમીને કાંગારુ ટીમને જીત અપાવી ચુક્યો છે. પોતાની કપ્તાનીમાં પોંટિંગે બે વિશ્વ કપ પણ પોતાના નામે કરી ચુક્યો છે. રિયારમેંન્ટના એક દાયકાથી વધારે સમય વીતવા છતાં પણ તેનો દબદબો જાળવી રાખ્યો છે. Former Australian cricketer Ricky Ponting bought a luxurious bungalow

રિકી પોન્ટીંગે હાલમાં જ મેલબર્નમાં એક બંગલો ખરીદ્યો છે. ૨૦ મિલિયન ડોલરની કિંમતનો આ બંગલો ખૂબ શાનદાર છે. ભારતીય કરન્સીમાં આ બંગલાની કિંમત ૧૦૯ કરોડ રૂપિયાથી વધારે થાય છે. ફેન્સ સવાલ પુછી રહ્યા છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર પોન્ટીંગ આખરે આટલો મોંઘો બંગલો કઈ રીતે ખરીદી લે છે. તેના બંગલાની તસ્વીરો પર પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

 

હાલના સમયમાં પોન્ટીંગ દિલ્હી કેપિટલ્સના હેડ કોચ છે. દિલ્હી ફ્રેંચાઈઝીથી તેને ભારે ભરખમ રકમ આઈપીએલ સીઝન માટે મળે છે. આ ઉપરાંત તે કમેન્ટ્રી કરીને પણ ખૂબ કમાણી કરે છે. જેમ જેમ પોન્ટીંગની ઉંમર વધતી જાય છે. તેમ તેમ તેની કમાણી પણ વધી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ricky Ponting AO (@rickyponting)

રિકી પોન્ટીંગનો નવો બંગલો ૧૪૦૦ સ્કેવર ફુટમાં ફેલાયેલો છએ. બંગલો મેલબ્રનના સૌથી પૉશ એરિયામાં આવેલ છે.

આ બંગલમાં તમામ આધુનિક સુવિધાઓ આવેલી છે. શાનદાર કિચન, લોખંડની સીડીઓ, ઘરની અંદર અને બહાર લિવિંગ એરિયા આ બંગલામાં આવેલ છે. મેલબર્નમાં રિકી પોન્ટીંગનો આ કોઈ પહેલો બંગલો નથી,. આ અગાઉ પણ તેના નામ પર અહીં બે મોંઘા વિલા આવેલા છે. વર્ષ ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાને મેલબ્રનમાં પોતાનો પ્રથમ બંગલો ખરીદ્યો હતો.

સાત રુમવાળા આ બંગલામાં ૧૦ મિલિયન ડોલરનું છે. આ ઘર મેલબર્નના બ્રિગટનના ગોલ્ડન માઈલ્સમાં આવેલ છે. આ ઘરમાં પ્રાઈવેટ થિએટરથી લઈને ટેનિસ કોટ, પૂલ અને બિલિયર્ડ રુમ પણ આવેલા છે.

ત્યાર બાદ વર્ષ ૨૦૧૯માં રિકી પોન્ટીંગે પરિવાર માટે એક બંગલો મેલબર્નથી થોડે દૂર આવેલ મોર્નિંગટન પેનિન્સુલામાં ૩.૧૫ મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. હવે તેણે મેલબ્રનના વિસ્તારમાં જ પોતાનો ત્રીજાે બંગલો ખરીદ્યો છે.

આ ઘરમાં પણ પૂલથી લઈને પર્સનલ થિએટર સુધીની સુવિધા આપેલી છે. રિકી પોન્ટીંગે વર્ષ ૨૦૧૨માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તે લાંબા સમય સુધી આઈપીએલમાં એક ખેલાડી તરીકે રમ્યો. ત્યાર બાદ તે ઓસ્ટ્રેલિયાની ટીમના સહાયક કોચ પણ રહ્યા. કપ્તાન તરીકે બે વર્લ્ડ કપ જીત્યા. આ અગાઉ વર્ષ ૧૯૯૯માં વર્લ્ડ કપ તેણે એક ખેલાડી તરીકે પણ જીત્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.