#WorldSleepDay: મોબાઇલ વળગણના કારણે 14% લોકોની ઉંઘ ઘટી
વર્ક ફ્રોમ હોમના કારણે 7% લોકોની ઉંઘ વધી પણ મોબાઇલના કારણે 14% લોકોની ઉંઘ ઘટી છે : સતત છ કલાક ગાઢ નિંદ્રા લેનારની સંખ્યા 43%
અમદાવાદ, ગુજરાત અને દેશમાં સંક્રમણ વધવા લાગ્યું છે તે સમયે કોરોનાએ લોકોની ઉંઘ ઉ5ર પણ અસર કરી છે અને તા.17 માર્ચના રોજ વર્લ્ડ સ્લીપ ડેના રોજ આવેલા તારણમાં જણાવાયું છે કે (#WorldSleepDay: 14% sleep loss due to mobile) કોરોનાના કારણે વિશ્વના 28 ટકા લોકોની ઉંઘ પર અસર પડી છે.
અનેક લોકોની ઉંઘમાં કોરોનાના કારણે ખલેલની સ્થિતિ બની રહી છે. લોકલ સર્કલ દ્વારા ઉંઘ ઉપર કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું
કે 55 ટકા ભારતીયો છ કલાકથી પણ ઓછી ઉંઘ લે છે અને તેનું કારણ કોરોના બાદ તેમની વધેલી ચિંતાને કારણ ગણાવે છે જયારે 28 ટકા લોકો માને છે કે કોરોનાના કારણે ઉંઘની પેટર્ન ખરાબ થઇ ગઇ છે. 61 ટકા લોકોને ઉંઘ સમયે વારંવાર યુરીનલની મુલાકાત લેવી પડે છે. જોકે તેમાં ડાયાબીટીસ પણ એક કારણ છે.
27 ટકા લોકો મોટા ઉંઘવા માટે તેમની વર્ક ફ્રોમ હોમની સ્ટાઇલને જવાબદાર ગણાવે છે. જયારે 12 ટકા બાળકોમાં તેના પેરેન્ટસ મોડા ઉંઘતા હોવાથી તેમની ઉંઘ પણ ઘટી હોવાનું માનવામાં આવે છે. 14 ટકા લોકો મોબાઇલ કોલ કે અન્ય રીતે વ્યસ્ત રહેતા હોવાથી ઉંઘએ પ્રાયોરીટી રહી નથી.
વર્લ્ડ સ્લીપ ડેના દિવસે આ અંગે કરાવેલા અભ્યાસમાં જોકે 59 ટકા લોકોએ એવું પણ સ્વીકાર્યુ કે તેમની લાઇફ સ્ટાઇલમાં બદલાવ આવ્યો નથી.
છેલ્લા 12 માસમાં કોઇ પણ જાતની ખલેલ વગર તેઓએ ઉંઘ લીધી હોય તેવા લોકો 43 ટકા હોવાનું બહાર આવ્યું છે અને 7 ટકા લોકોએ સ્વીકાર્યુ કે વર્ક ફોર્મ હોમના કારણે પ્રવાસ વગેરેનો થાક લાગતો નથી તેની ઉંઘ સારી બની છે.