Western Times News

Gujarati News

BSF બાદ હવે CISFની ભરતીમાં મળશે ૧૦% અનામત

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળમાં ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે ૧૦ ટકા અનામતની જાહેરાત કરી છે. મંત્રાલયે એક અઠવાડિયા પહેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં તેમના માટે આવું જ પગલું ભર્યું હતું. 10% reservation will be available in CISF recruitment

મંત્રાલયે વધુમાં વધુ વય મર્યાદામાં છૂટછાટ આપવા માટે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે, જે તેના પર ર્નિભર કરશે કે તે અગ્નિવીરની પ્રથમ બેચનો છે કે પછીની બેચનો છે. આ માટે ૧૯૬૮ના CISF એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ૧૦ ટકા પોસ્ટ ભૂતપૂર્વ અગ્નિવીર માટે આરક્ષિત રહેશે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ બેચના ભૂતપૂર્વ અગ્નિવીરોને વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે. આ સાથે અગ્નિવીરોની અનુગામી બેચને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે. નોટિફિકેશન મુજબ, ભૂતપૂર્વ અગ્નિવીરોએ કોઈ શારીરિક કસોટી આપવાની રહેશે નહીં. એટલે કે તેમને શારીરિક પરીક્ષણમાંથી પણ મુક્તિ મળશે.

ગયા વર્ષે કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજનાની જાહેરાત કરી હતી. ૧૪ જૂને કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત સેનામાં ભરતી કરવામાં આવશે. જાે કે, આ યોજના બાદથી સેનામાં જાેડાવાનું સપનું જાેતા યુવાનોમાં રોષ ભભૂકી ઉઠ્‌યો છે અને તેઓએ દેશમાં અલગ-અલગ જગ્યાએ પ્રદર્શનો કર્યા છે.

આટલું જ નહીં, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ દેશના કેટલાક રાજ્યોમાં ટ્રેનોને આગ લગાવી અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. અગ્નિવીર યોજના અંતર્ગત સૈનિકોની ભરતી ચાર વર્ષના ટૂંકા ગાળા માટે કોન્ટ્રાક્ટ આધારે કરવામાં આવશે. આ યોજના હેઠળ આ વર્ષે ત્રણેય સેનામાં લગભગ ૪૬,૦૦૦ સૈનિકોની ભરતી કરવામાં આવશે.

પસંદગી માટે લાયકાતની ઉંમર સાડા ૧૭ વર્ષથી ૨૧ વર્ષની વચ્ચે હશે અને તેમને અગ્નિવીર તરીકે નામ આપવામાં આવશે. આ નવી સ્કીમથી એક સવાલ એ પણ ઊભો થાય છે કે શું આ ર્નિણય પણ એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે છેલ્લા ૨-૩ વર્ષથી કોરોનાને કારણે નવી ભરતી કરવામાં આવી રહી ન હતી.

આના જવાબમાં ઈસ્ટર્ન કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ KK Repswalએ વાતચીતમાં કહ્યું, ‘ના, એવું કંઈ નથી, જાેકે આપણે જાણીએ છીએ કે છેલ્લા દોઢથી વર્ષોથી કોરોનાને કારણે કોઈ ભરતી નથી. પરંતુ આ નવી યોજના પાછળનું કારણ આ નથી. આ એક નવી પ્રણાલી શરૂ કરવામાં આવી છે અને ત્યારપછી સેનામાં જે પણ ભરતી થશે તે અગ્નિવીર દ્વારા જ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.