Western Times News

Gujarati News

લાલુના કાર્યકાળમાં રેલવેમાં નોકરી મેળવવા માટે ૪૦૦૦ જમીન વેચાઈ?

નવી દિલ્હી, CBI Land for Job Scamમાં પોતાની તપાસ વધારવા માટે તૈયાર છે અને તપાસકર્તાઓને પ્રાથમિક દ્રષ્ટિએ પુરાવા મળ્યા છે અને જે સૂચવે છે કે આરજેડીના વડા અને કેન્દ્રીય રેલવે મંત્રી તરીકે લાલુ પ્રસાદ યાદવના કાર્યકાળ દરમિયાન લગભગ જમીનના બદલામાં ૪૦૦૦ લોકોને રેલવેમાં નોકરી આપવામાં આવી હતી.

CBIના સૂત્રોએ જણાવ્યું કે, ૧૫૦૦ ઉમેદવારોની યાદી અને રેલવે ઝોન કે જ્યાં તેમની અરજીઓ ફોરવર્ડ કરવામાં આવી હતી તેની સાથે સ્ટોરેજ ડિવાઈસ પણ કબજે કરવામાં આવી છે.

અધિકારીઓએ દાવો કર્યો છે કે, રેલવેમાં નોકરીના બદલામાં લાલુ અને તેમના પરિવારના સભ્યોને પોતાની જમીન વેચનારા લોકો બિહારના પાંચથી છ જિલ્લાના છે.

CBIની તપાસમાં એવું પણ સામે આવ્યું કે, લાલુ પ્રસાદ યાદવે કથિત રીતે પોતાની પટના કેમ્પ ઓફિસમાં એમઆર સેલ તરીકે ઓળખાતા વિશેષ સેલની રચના કરી હતી.

જેનો ઉપયોગ ઉમેદવારો પાસેથી દસ્તાવેજાે અને અરજીઓ એકત્ર કરવા માટે કરવામાં આવતો હતો. કથિત ષડયંત્રનો ભાગ બનેલા રેલવેના અધિકારીઓને મોકલતા પહેલાં આ સેલે અરજીઓ પર ચકાસણી અને પ્રક્રિયા કરી હતી. તેનો ઉપયોગ વિવિધ રેલવે ઝોનમાં ઉમેદવારોના સંકલન માટે કરવામાં આવ્યો હતો.

તપાસમાં એ વાતના પણ પુરાવા સામે આપવ્યા કે લાલુ પ્રસાદ યાદવના પરિવારે અનેક જમીનો વેચીને નફો મેળવ્યો હતો. એક ઉદાહરણમાં, ૨૦૧૭માં થોડા લાખમાં ખરીદેલી જમીન મેરિડિયન કંસ્ટ્રક્શન નામની એક કંપનીને કરોડો રુપિયામાં વેચવામાં આવી હતી. જેની માલિકી ભૂતપૂર્વ આરજેડી ધારાસભ્ય સૈયદ અબુ દુજાના છે.

CBIના સૂત્રોએ જણાવ્યું કે, અમિત કાત્યાલની માલિકીની એક શેલ ફર્મ, એ.કે.ઈન્ફોસિસ્ટમે રેલવે મંત્રી તરીકે લાલુના કાર્યકાળ દરમિયાન કરોડો રુપિયાની કિંમતની જમીન ખરીદી હતી. બાદમાં આ પેઢીને લાલુના પુત્ર તેજસ્વી યાદવ અને તેમની પત્ની રાબડી દેવીએ ૨૦૧૪માં હસ્તગત કરી હતી, એવું એક અધિકારીએ જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.