Western Times News

Gujarati News

વિડી જૂથ પાણી પુરવઠા યોજના એપ્રિલ ૨૦૨૪ સુધી પૂર્ણ કરાશે : કુંવરજી બાવળીયા

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઘર આંગણે જ મળી રહે એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે.  vidi-water-supply-scheme-to-be-completed-by-april-2024-kunwarji-bavlia

રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લાને પણ નર્મદાના નીર પહોંચતા કર્યા છે ત્યારે અંજાર અને ગાંધીધામ તાલુકાની રૂ. ૩૯૮૬.૧૭ લાખના ખર્ચે તૈયાર થનાર વિડી જૂથ પાણી પુરવઠા યોજના આગામી એપ્રિલ-૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરીને પીવાનું પાણી પહોંચાડાશે.

આજે વિધાનસભા ખાતે અંજાર-ગાંધીધામ તાલુકાના વિડી જૂથ પાણી પુરવઠા યોજનાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રી બાળવળીયાએ ઉમેર્યું કે, કચ્છ જિલ્લામાં વિવિધ પાણી પુરવઠા યોજનાઓ તથા નર્મદા યોજના દ્વારા પીવાનું પાણી પહોંચતું કરાય છે.જેમાં ઢાંકી-માળીયા અને અંજાર-ગાંધીધામની ૫૦ કિલોમીટર પાઈપલાઈનના કામો પૂર્ણ કરાયું છે અને ટપ્પર ડેમ દ્વારા પણ પાણી આપવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિડી જૂથ પાણી પુરવઠા આ યોજના હેઠળ ગામડાઓમાં સરફેસ વોટર પૂરું પાડવામાં આવે છે.આ યોજના હેઠળ અંજાર તાલુકાના ૭ ગામ અને ગાંધીધામ તાલુકાના ૪ ગામ મળી કુલ ૧૧ ગામની ૪.૩૬ લાખની વસ્તીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. હાલ અંજાર અને ગાંધીધામ તાલુકાના આ ગામો પાતાળકૂવા તથા વિવિધ જૂથ પાણી પુરવઠા યોજના થકી પાણી મેળવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.