Western Times News

Gujarati News

આપણાં સપનાં આપણાં કરતાં વધુ બહાદુર હોય છે : સંજના સાંઘી

માત્ર ૧૩ વર્ષની ઉંમરે મને ફિલ્મ માટે પસંદ કરાઈ

સાચી સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિઓમાં નહીં, પરંતુ અન્ય લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવામાં પણ રહેલી છે

મુંબઈ, એક્ટ્રેસ સંજના સાંઘીએ તાજેતરમાં યુએનડીપીના સહયોગથી યોજાયેલા એક વૈશ્વિક કાર્યક્રમમાં પોતાનાં જીવન અને ફિલ્મની સફર અંગે વાત કરી હતી. બાળપણની મુશ્કેલીઓ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેણે સામનો કરવો પડ્યો એવા પડકારો અને જીવનનાં મહત્વના વળાંકો વિશે વાત કરી હતી. તેણે યુવાનોને પોતાનાં સપનાઓ પર વિશ્વાસ રાખવાનો સંદેશ આપ્યો.સંજના સાંઘીએ જણાવ્યું કે તેની અભિનય સફરની શરૂઆત બિલકુલ અણધારી રીતે થઈ હતી.

તેણે કહ્યું, “હું સ્કૂલમાં શાસ્ત્રીય નૃત્ય શીખતી હતી અને માત્ર આનંદ માટે એન્યુઅલ ફંક્શનમાં ભાગ લેતી હતી. ત્યારે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે બોલિવૂડના જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર અમારી સ્કૂલમાં આવશે અને માત્ર ૧૩ વર્ષની ઉંમરે મને ફિલ્મ માટે પસંદ કરશે.”તેણે જણાવ્યું કે આ રીતે તેને ‘રોકસ્ટાર’ ફિલ્મમાં કામ કરવાની તક મળી. એટલી નાની ઉંમરે ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કરવો સરળ નહોતો, પરંતુ વર્ષાેનાં નૃત્યનાં અભ્યાસથી મળેલી શિસ્ત, મહેનત અને નમ્રતાએ તેને અનુભવી કલાકારો વચ્ચે પણ આત્મવિશ્વાસ સાથે કામ કરવાની શક્તિ આપી હતી.

સંજના સાંઘીએ પોતાનાં બાળપણનાં દિવસોને યાદ કરતાં કહ્યું કે તેનાં માતા-પિતાએ હંમેશા દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનવા માટે પ્રોત્સાહિત કરતાં હતાં. તેણે કહ્યું, “જ્યારે હું સાત વર્ષની હતી ત્યારે મારા પિતા ઇચ્છતા હતા કે હું કથક શીખું અને મારી મા ઇચ્છતી હતી કે હું કન્ટેમ્પરરી જૅઝ શીખું. બંનેમાંથી એક પસંદ કરવાને બદલે મેં એકાંતરે દિવસે બંને નૃત્યશૈલીઓ શીખવાનું શરૂ કર્યું.”તેણે સ્વીકાર્યું કે શરૂઆતમાં બધઉં એકસાથે કરવાનું પ્રેશર લાગતું હતું, પરંતુ ધીમે-ધીમે તેને ડાન્સિંગ પ્રત્યે પ્રેમ થયો અને સમજાયું કે આ પ્રક્રિયાએ તેનાં વ્યક્તિત્વમાં શિસ્ત અને કઠોર મહેનત કરવાની ભાવના વિકસાવી, જે આગળ જઈને જીવનના સૌથી પડકારજનક સમયમાં કામ આવી.પોતાનાં જીવનનાં સૌથી મહત્વના તબક્કા વિશે વાત કરતાં સંજનાએ જણાવ્યું કે જ્યારે તે ૧૨મા ધોરણમાં હતી ત્યારે તેને પહેલી વખત લીડ એક્ટર તરીકે ફિલ્મ મળી હતી.

તેણે કહ્યું, “તે મારા સ્કૂલનાં અંતિમ વર્ષનો સમય હતું અને એ પરિણામ મારા ભવિષ્ય માટે ખુબ મહત્વનું હતું. છતાં મેં ફિલ્મ કરવાનો નિર્ણય લીધો. સાથે જ મેં નક્કી કર્યું કે મારા સપનાની કોલેજમાં પ્રવેશ મેળવવા માટે પણ હું સંપુર્ણ મહેનત કરીશ.” સંજના જણાવે છે કે તેને પોતાનાં સપનાની કોલેજમાં પ્રવેશ મળી ગયો, પરંતુ જે ફિલ્મમાં તેણે લીડ રોલ કર્યાે હતો, તે ૧૧ વર્ષ સુધી રિલીઝ જ થઈ નહીં.સિનેમા ઉપરાંત સંજનાએ સમાજ માટે સકારાત્મક યોગદાન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેણે યુવાનોને સંદેશ આપ્યો કે સફળતા હંમેશા સીધા માર્ગે મળતી નથી. તેણે કહ્યું કે “આપણા સપનાઓ આપણા કરતાં વધુ બહાદુર હોય છે.” અને સાચી સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિઓમાં નહીં, પરંતુ અન્ય લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવામાં પણ રહેલી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.