Western Times News

Gujarati News

સલમાન ખાનની ‘માતૃભૂમિ’ ફિલ્મ હવે ૨૦૨૭માં રિલીઝ થઈ શકે છે

આવતા વર્ષે સલમાન ખાનની બે ફિલ્મ રિલીઝ થઈ શકે છે

સલમાન હાલમાં સમાન વામશી પૈડીપલ્લીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે નયનતારા લીડ રોલમાં છે

મુંબઈ,સલમાન ખાનની ગલવાન વેલી પરની ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. જો બધું યોગ્ય ગતિએ ચાલ્યું હોત તો સલમાન ખાનની ‘માતૃભૂમિ’ ત્યાર સુધીમાં રિલીઝ થઈ ચુકી હોત. આ ફિલ્મની જાહેરાત તો ‘બેટલ ઓફ ગલવાન’ તરીકે થઈ હતી. જે ૨૦૨૦માં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલા ઘર્ષણ પર આધારીત હતી. પરંતુ ત્યાર બાદ બંને દેશોના સંબંધોમાં સુધારો થયો અને થોડાં વખત પહેલાં સુરક્ષા મંત્રાલયે ફિલ્મના વિષય અને તેમાં ચીનના ઉલ્લેખ બાબતે સંકોચ વ્યક્ત કર્યાે હતો અને તેના કારણે ફિલ્મ મોડી પડી હોવાના અહેવાલો હતા.

મળેલી માહિતી અનુસાર, મેકર્સ ખુબ પ્રયત્ન કરી રહ્યાં છે કે તેઓ આ વર્ષે જ ફિલ્મ રિલીઝ કરી શકે. પરંતુ એવી શક્યતા છે કે હવે આ ફિલ્મની રિલીઝ ૨૦૨૭ સુધી પાછી ઠેલાઇ શકે છે. એક સુત્રએ આ અંગે સમજાવ્યું, “આ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું હજુ બાકી છે. જો એ બહુ જલ્દી આવી જાય તો પણ હવે ફિલ્મ માટે સારી રિલીઝ ડેટ મળવી મુશ્કેલ છે. કારણ કે મોટી અને સારી તારીખો પહેલાંથી જ અન્ય ફિલ્મોએ મેળવી લીધી છે. જોકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર્સ અને ફિલ્મ મેકર્સ માટે જે બીજાએ લીધઈ હોય એવી તારીખઓમાં ફિલ્મ રિલીઝ કરવી પણ એક સામાન્ય બાબત છે.

પરંતુ સલમાન ખાન આમાં અપવાદ છે. તે ન્યાયિક વર્તનમાં માને છે અને તે બિનજરૂરી રીતે કોઈ બીજી ફિલ્મ સાથે ક્લેશ કરવાનું ટાળે છે. જો તે ક્લેશ કરવાનો નિર્ણય લે તો પણ એ અન્ય ફિલ્મની ટીમને પોતાની તારીખ જાહેર કરતા પહેલાં જાણ કરે છે.”જો કે, વધુ એક સુત્રનું માનવું છે કે ‘માતૃભૂમિ’ રિલીઝ કરવા માટે દશેરાનો સમય યોગ્ય હોઈ શકે છે. તેણે જણાવ્યું, “દશેરા મંગળવારે આવે છે, આવનારી ૨૦ ઓક્ટોબરે. દશેરાનો આગળનો દિવસ પણ ઘણા શહેરોમાં મોટા ભાગે રજા જેવો જ હોય છે. તેથી આ લાંબા વીકેન્ડનો લાભ મળે તો ફિલ્મને કમાણીમાં ઘણી મદદ મળી શકે છે.

તેથી ‘માતૃભૂમિ’ને લગભગ પાંચ દિવસના લાંબા વીકેન્ડનો લાભ મળી શકે છે. પછી ૩૦ ઓક્ટોબરે ‘રામાયણ’ રિલીઝ થશે. તેના પછી નવેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી કોઈ મોટી રિલીઝ નથી, તો એ પણ માતૃભૂમિના પક્ષમાં એક હકારાત્મક બાબત બની શકે છે.” હાલ સુધીની જાહેર થયેલી રિલીઝ ડેટ જોવામાં આવે તો રાજકુમાર રાવની ‘રફ્તાર’ ૧૬ ઓક્ટોબરે રિલીઝ થવાની છે. એવી પણ શક્યતા છે કે આ જ દિવસે ઇમરાન હાશ્મી અને જેનિલિયા દેશમુખની ગનમાસ્ટર જી૯ પણ રિલીઝ થવાની છે. જોકે, આ અંગે ફિલ્મના પ્રોડ્યુસર્સે હજુ સુધી આ અંગે અધિકૃત રીતે કોઈ જાહેરાત કરી નથી.

આ અંગે સુત્રે આગળ જણાવ્યું, “જો બહુ જલ્દી માતૃભૂમિના પ્રશ્નો હલ ન થયાં તો પછી ‘માતૃભૂમિ’ને આવતા વર્ષે પાછી ધકેલવી પડશે. તેનો અર્થ એવો પણ થયો કે સલમાન ખાનને ૨૦૨૭માં બે ફિલ્મની રિલીઝ મળશે. હાલ તો સમાન વામશી પૈડીપલ્લીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે નયનતારા લીડ રોલમાં છે અને આ ફિલ્મનું નામ હજુ સુધી જાહેર થયું નથી. આ ફિલ્મ પણ આવતા વર્ષે રિલીઝ થવાની છે.”SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.