Ahmedabad:બળાત્કારનો આરોપી પ્રજનન ક્ષમતાના ટેસ્ટમાં ૩ વાર ફેલ થયો
અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે એક ૫૫ વર્ષીય ફ્રીલાન્સ ફોટોગ્રાફરના જામીન મંજૂર કર્યા છે. તેના પર એક મોડલ પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો હતો.
આરોપીઓ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, તે તપાસ દરમિયાન ત્રણ વખત પ્રજનન ક્ષમતાના ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હતો. ૨૭ વર્ષીય મહિલાએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ગઈ ૨૩ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પ્રશાંત ધાનકની ધરપકડ કરવામાં આવી હતી.
મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે, તેણીનીને મોડલિંગ અસાઈમેન્ટની લાલચ આપીને તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મહિલાનો આરોપ એવો પણ હતો કે, આ ઘટના ગયા વર્ષે નવેમ્બરમાં વિજય ચોકડી પાસેની એક હોટલમાં બની હતી.
બળાત્કાર સિવય પ્રશાંત ધાનક પર ધમકી આપવાનો પણ આરોપ મૂક્યો હતો. જે બાદ શહેરની સેશન્સ કોર્ટે ગઈ ૨ માર્ચના રોજ જામીન આપવાનો ઈનકાર કર્યો હતો.
કોર્ટે એવું પણ અવલોકન કર્યુ હતુ કે પ્રાથમિક દ્રષ્ટિએ આ કેસ બને છે. એ પછી આરોપીએ હાઈકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી. એ પછી આરોપીના વકીલ એફ.એન. સોનીવાલાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, બળાત્કારની ફરિયાદ એક નપુસંક વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી.
કારણ કે પોલીસ તપાસના ભાગ રુપે તબીબી પરીક્ષક દ્વારા તેનું વીર્ય એકત્ર કરવા માટે અલગ અલગ પ્રસંગોએ ત્રણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, આરોપી પ્રજનન ક્ષમતાના ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હતો.
વકીલે ફોટોગ્રાફરના બચાવ પક્ષમાં કહ્યું કે, મોડલ તેની પાસેથી રુપિયા માંગણી કરી રહી હતી. જ્યારે રુપિયા મળ્યા નહીં અને તેને સંતોષ ન થયો એટલે તેણે ફોટોગ્રાફર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહિલા દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેવી દલીલને સમર્થન આપવા માટે વકીલે રજૂઆત કરી કે, આરોપી ત્રણ વખત પ્રજનન ક્ષમતાના ટેસ્ટમાં નિષ્ફળ ગયો છે. જ્યારે ત્રીજી વખત આરોપીને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો ત્યારે ૧૦ મિનિટ માટે એક વાયબ્રેટર લગાવવામાં આવ્યું હતું અને પછી એક ડોપલર અલ્ટ્રાસાઉન્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પરંતુ કોઈ પરિણામ મળ્યું નહીં. તપાસ અધિકારીએ તમામ પુરાવા એકત્ર કર્યા પણ તેનું વીર્ય એકત્ર કરી શક્યા નહીં. આ જ કારણથી આરોપીએ હજુ સુધી લગ્ન કર્યા નથી. જસ્ટીસ સમીર દવેએ ધાનકને રુપિયા ૧૦ હજારના અંગત બોન્ડ અને એટલી જ રકમની જામીન પર જામીન આપ્યા હતા.
જજે ઈજાના પ્રમાણપત્રને પણ ધ્યાનમાં લીધુ હતુ અને કહ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ કોર્ટનો અભિપ્રાય છે કે હાલના અરજદાર વિરુદ્ધ ફરિયાદ એક ગુપ્ત હેતુથી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે એમ પણ કહ્યું કે ટ્રાયલ પૂર્ણ થવામાં સમય લેશે અને ધાનકને જ્યુડિશ્યલી કસ્ટડીમાં ધાનકની હાજરી જરુરી નથી.SS1MS