Western Times News

Gujarati News

Gujarat: સાબરકાંઠા તેમજ ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ

ભાવનગર, રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. ગઇકાલે મોડી રાતે સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. હિંમતનગર, તલોદ, પ્રાંતિજના ગામોમાં રાત્રે માવઠું થયું હતું. તેજ પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. Late night rain in sabarkantha bhavnagar gujarat

જ્યારે રાત્રે હિંમતનગર સહિતના ગામોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે. બીજી બાજુ, ભાવનગર અને અમરેલીમાં પણ માવઠું થયું હતું. ભાવનગરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. તેજ પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો.

સાથે જ મોડી રાત્રે શહેરના ઘણા વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. માવઠાથી ખેડૂતોના પાકમાં નુકસાનની ભીતિ છે. કેરી, ધાણા, જીરું, ઘઉંના પાકમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. સાથે જ અમરેલીના સાવરકુંડલાના ગ્રામીણ પંથકોમાં માવઠું થયું હતું.

વંડા, ફાસરીયા, આકોડા, છાપરી, ડેડકડી, ભોકરવા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદ પડતા ચણા, ઘઉં અને બાગાયત પાકને નુકશાન થવાની ખેડૂતોને ભીતિ છે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, આગામી ત્રણ-ચાર દિવસ પણ આવો જ માહોલ રહેવાની સંભાવના છે અને વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૮ માર્ચે અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ અને કચ્છમાં ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

૧૯ માર્ચે બનાસકાંઠા. સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, કચ્છમાં ગાજવીજ અને ૪૦ કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. ૨૦ અને ૨૧ માર્ચે રાજ્યના અકાદ બે વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાનું અનુમાન છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.