૧૦૮ ઇમરજન્સી સેવા ગુજરાતના વડા સતીશ પટેલે ડાંગ જિલ્લા આરોગ્યકર્મીઓની મુલાકાત કરી
(ડાંગ માહિતી)ઃ આહવા, હેડ ઓફ ઓપરેશન ઇમરજન્સી સર્વિસ ગુજરાત રાજ્યના વડા શ્રી સતીશ પટેલે ડાંગ જિલ્લા આરોગ્યકર્મીઓની મુલાકાત કરી સુચારુ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલ શ્રી સતીશ પટેલે ત્રીજા દિવસે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય કર્મીઓની મુલાકાત કરી હતી. આ પ્રંસગે તેમણે જણાવ્યુ હતુ કે, ૨૪ટ૭ ઇમરજન્સી સેવાઓ માટે કાર્યરત આરોગ્ય કર્મીઓનો જુસ્સો વધારવા માટે તેઓ દરેક વિસ્તારમા જઈ મુલાકાત કરશે તેમજ વધુ સારી રીતના સેવાઓ થઈ શકે તે માટે સૂચનો પણ કરશે.
ડાંગ જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તારમા નેટવર્ક જેવી સમસ્યાઓ હોવાના કારણે તેમણે સ્ટેક હોલ્ડર્સને ૨ સિમ કાર્ડ પણ આપ્યા છે જેથી નેટવર્ક સમસ્યાને ટાળી શકાય. વધુમા તેઓએ ઇમરજન્સી વખતે ૧૦૮ સેવાઓનો ઉપયોગ કરવા માટે લોકોને અનુરોધ કર્યો હતો. ડાંગ જિલ્લામા કુલ ૧૦૮ ઇમરજન્સી વાનની સેવાઓ, જયારે ૪ ખીલખિલાટ વાહન સેવાઓ જિલ્લામા કાર્યરત છે.