Western Times News

Gujarati News

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો પ્રથમ વાર્ષિકોત્સવ ઉજવાયો

(પ્રતિનિધિ)નડિયાદ, શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત, શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ , છેલ્લા બે વર્ષથી કાર્યરત છે. આ વિદ્યાપીઠમાં કેજી થી ધોરણ ત્રણ સુધી નું શિક્ષણ ચાલે છે. આ તપોવન ને કાર્યરત થયેલ બે વર્ષ પૂર્ણ થતા પ્રથમ વાર્ષિકોત્સવ શ્રી સંતરામ મંદિર નડિયાદના પૂજ્ય મહંત રામદાસજી મહારાજ , સંત પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ તથા ચકલાસી સંતરામ મંદિરના સંત પૂજ્ય રામેશ્વર દાસ મહારાજ , કેળવણી મંડળના સભ્ય અને માનદ શૈક્ષણિક સલાહકાર ડૉ પ્રણવ દેસાઈ, કેમ્પસ ના ડાયરેક્ટર વી આર પટેલ અને પ્રિન્સિપાલ ઉન્નતીબેન દવે ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો.

ભારતની સંસ્કૃતિને ઉજાગર કરતા, તેમજ રામાયણ અને મહાભારતના પાત્રો સાથે પૂજ્ય સંતરામ મંદિર ના મહંત શ્રી ની ઝાંખી કરાવતા અભિનય કેજી થી ધોરણ ત્રણ સુધીના બાળકોએ સ્ટેજ પરફોર્મન્સ કરતા ઉપસ્થિત સૌ વાલીઓ, વિદ્યાર્થીઓ બહારથી આવેલા મહેમાનો એ વધાવી લીધા હતા. આ પ્રસંગે તપોવન વિદ્યાપીઠ ઊભી કરવામાં જેઓ એ સાથ સહકાર આપ્યો હતો તે તમામને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે આશિરવચન આપતા પૂજ્ય રામદાસજી મહારાજે જણાવ્યું કે આજના યુગમાં પોતાના બાળકો સાથે વાલીઓએ થોડો સમય કાઢવો જરૂરી છે. તેમને સારું શિક્ષણ આપવું તે મહત્વનું છે. આ તમામ સ્ટેજ પરફોર્મન્સ માટે તપોવન ના શિક્ષિકાઓએ ખૂબ જ મહેનત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.