રાજકોટના પાળ ગામે લોકડાયરાની રમઝટ થઈ
રાજકોટ, શહેરના પાળ ગામે લોકડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. પાળ ગામના સુપ્રસિદ્ધ જખરાપીર દાદાના સાનિધ્યમાં આ લોકડાયરો યોજાયો હતો. જેમાં ગાયક કલાકાર પૂનમ ગોંડલીયા સહિતના કલાકારો પર ડાયરા પ્રેમીઓએ મન મૂકીને રૂપિયા વરસાવ્યા હતા. LokDayro at Paal village in Rajkot
કલાકારોએ અલગ-અલગ ધૂન તેમજ ભજન તેમજ સંત વાણીની રમઝટ બોલાવી હતી. આ સમયે ડાયરામાં હાજર રહેલા દાતાઓ પણ ખુશ ખુશાલ થઈ ગયા હતા અને પોતાની પાસે રહેલા રૂપિયા આ કલાકારો પર વરસાવ્યા હતા. પાડ ગામે યોજાયેલા લોકડાયરામાં લાખો રૂપિયા વરસ્યા હતા.
ત્યારે એક તરફ ભજનોની રમઝટ બોલતી હતી તો બીજી તરફ દાતાઓનું દાન વરસતું હતું. જેથી કરીને ડાયરાનો માહોલ જમ્યો હતો. રાતભર આ ભજન તેમજ સંતવાણીનો કાર્યક્રમ ચાલ્યો હતો. આ કાર્યક્રમમાં સંગીતની છોળ ઉડી હતી. જેમાં તબલા વાદકોએ તબલા વગાડી ડાયરાનો માહોલ જમાવ્યો હતો, તો મંજીરાના મણિગરોએ મંજીરાના સૂરોથી લોકોને ખુશ કરી દીધા હતા.
રાજકોટથી આશરે સાત કિલોમીટર દૂર આવેલું આ જખરાપીર દાદાના મંદિરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહ્યો છે. આ શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન આ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ડાયરો નિહાળવા માટે વાળ ગામ ઉપરાંત રાવકી, હરીપર, રતનપર, ચીભડા, ખીરસરા તેમજ રાજકોટના પણ કેટલાક ડાયરા પ્રેમીઓ આ ડાયરાના કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને ડાયરાનો અનોખો આનંદ માણ્યો હતો.
આ કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દૂર દૂરથી આવેલા ડાયરા પ્રેમીઓએ આ ડાયરાનો અનોખો આનંદ માણ્યો હતો. નોંધનીય છે કે, રાજકોટના પાડ ગામે આવેલું જખરાપીર દાદાનું મંદિર રાજકોટ પંથકમાં ખૂબ જ પ્રખ્યાત છે. અહીંયા વર્ષ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ સમૂહ લગ્ન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે.SS1MS