આમોદના નાહીયેર ખાડી પાસે એસ.ટી બસ અને પીકઅપ વાન વચ્ચે ગંભીર અકસ્માત
નાહીયેરથી મજૂરો લઈને ગોતર ભરવા જતી પિકઅપ વાનને અકસ્માત સર્જાયો ઃ પાંચથી વધુ મજૂરો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા
(પ્રતિનિધિ)ભરૂચ, આમોદ તાલુકાના નાહીયેર ગામના મજૂરોને લઈને પીકઅપ વાન અણખી ગામે ગોતર (પાલો) ભરવા માટે જતા હતા.ત્યારે નાહીયેર ગામની ખાડી નજીક જંબુસરથી ચોપડા જતી એસ.ટી બસના ચાલકે પોતાના કબજા માની બસ ફૂલ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આગળ ચાલતી ઈકો ગાડીને ઓવેર ટ્રેક કરવા જતાં પિકઅપ વાન વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો.અકસ્માત એટલો બધો ગંભીર હતો કે પીકઅપ વાનનું પાછળનું ફાળકું છૂટું પડી અલગ થઈ ગયું હતું.બસ અને પિકઅપ વાન વચ્ચે થયેલા અકસ્માતને પગલે નાહીયેર ખાડી પાસે ટ્રાફિક જામ થઈ ગયો હતો.પિકઅપ વાનમાં સવાર નાહીયેર ગામના મજૂરોને નાની મોટી ઈજાઓ થઈ હતી.જેથી તેમને ૧૦૮ મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
તેમજ ગંભીર ઈજા થયેલા મજૂરોને ભરૂચ સિવિલ હોસ્પિટલઆ રીફર કરવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે બસનો ડ્રાઈવર બસ મૂકીને ભાગી ગયો હતો.પિકઅપ વાનના ડ્રાઈવર વનાભાઈ નાનુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે અમો નાહીયેરથી મજૂરો ભરીને અણખી ગામે પાલો ભરવા જતા હતા ત્યારે બેફામ આવતી એસ.ટી બસે ઈકો ગાડીની સાઈડ કાપવા જતા અકસ્માત કર્યો હતો.અકસ્માતમાં ચાર લોકોને વધુ ઈજાઓ થતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્તોની યાદી. (૧) અજય બાબર રાઠોડ રહે.નાહીયેર તા.આમોદ (૨) સંજય બાબર રાઠોડ.રહે.નાહીયેર.તા.આમોદ (૩) આજા બોજાભાઈ ભરવાડ રહે.આમોદ (૪) અરવિંદ સોમા રાઠોડ રહે.નાહીયેર તા.આમોદ (૫) અનિલ રમેશ રાઠોડ.રહે.નાહીયેર તા.આમોદ (૬) અરવિંદ પ્રભાત રાઠોડ રહે.નાહીયેર તા.આમોદનો સમાવેશ થાય છે.