Western Times News

Gujarati News

વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગ અરવલ્લી જિલ્લાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) મોડાસા, વિશ્વમાં વસતા ગુજરાતીઓનું છેલ્લા ૩૩ વર્ષથી પ્રતિનિધિત્વ કરતી એકમાત્ર સંસ્થા એટલે વિશ્વ ગુજરાતી સમાજ. આ સંસ્થાના મુખ્ય સંવર્ધક તરીકે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સેવા આપી રહ્યા છે. સંસ્થાના અધ્યક્ષ તરીકે શ્રી શ્રી કે પટેલ નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી રહ્યા છે. સંસ્થા સાથે યુવા શક્તિ જાેડાય અને યુવા સંગઠન દ્વારા ગુજરાતી સમાજની પ્રતિનિધિત્વ ક્ષમતા વધારવા અધ્યક્ષ દ્વારા યુથ વિંગની રચના કરવામાં આવેલ જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં આ યુવા સંગઠનનો વ્યાપ વધે સાથે સાથે પ્રતિનિધિત્વ ક્ષમતા વધે તે માટે મોડાસા ખાતે જિલ્લાનો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહ પરમારે મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવા ટીમને વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી જણાવ્યું હતું કે તેઓને સદર સમારોહમાં આવવાનું જ હતું પરંતુ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબની મીટીંગ નું આયોજન થતાં આવી શક્યો નથી પરંતુ આ વીડિયોના માધ્યમથી વિશ્વ ગુજરાતી સમાજના સામાજિક કાર્યોમાં યુવાનોને જાેડાવા અનુરોધ કર્યો હતો. તથા અધ્યક્ષ સ્થાનેથી પ્રતિનિધિત્વ કરતા શ્રી મયંકભાઇ પટેલે યુવાનોને સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવા માટેના કાર્યો નાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે યુવાનોને મદદરૂપ થવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના આ.રા. સંગઠન કોર્ડીનેટર અને કોકન્વીનર આકાશ પટેલે ઉપસ્થિત રહી સંસ્થાના વર્ષ દરમિયાન થયેલા આયોજનો તેમજ આવનારા સમયમાં થનારા આયોજનોની સૌને જાણકારી આપી હતી.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ એડિશનલ કન્વીનર અને અરવલ્લી જિલ્લા પ્રભારી શ્રી કૃણાલ દીક્ષિત દ્વારા સંસ્થાનો વિસ્તૃત પરિચય તથા કાર્યશૈલી ની જાણકારી આપવામાં આવી હતી અને સંસ્થાના માળખા વિશે તેમજ નિયમોની માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં જિલ્લા યુથના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમ જ વિશેષ આમંત્રિત મહેમાન શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ ગાધી અરવલ્લી જિલ્લામાં ગુજરાતી સમાજને મજબૂત કરવા માટે અમે ખૂબ સાથ સહકાર આપીશું , મુસ્લિમ સમાજના અગ્રણી ઈકબાલભાઇ ઇપરોલીયા એ વિદેશમાં રહેતા ભારતીય ગુજરાતીઓને પડતી મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું, મખદુમ મંડળના પ્રમુખ નાઈમ મેઘરજી સમગ્ર મુસ્લિમ સમાજ પણ તમારી સાથે જ છે તેવું જણાવ્યું હતું, પૂર્વ કોર્પોરેટર કેતનભાઇ ત્રિવેદી, યુવાનનેતા દેવલ ત્રિવેદી જણાવ્યું કે આજે સદર મિટિંગમાં સર્વે ધર્મના સર્વે સમાજના અને સર્વે રાજકીય પાર્ટીના અગ્રણીઓ એક સાથે ઉપસ્થિત છે વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ અરવલ્લી જિલ્લામાં ખૂબ સારું કામ કરશે.વલ્લભ સદન,નાથદ્વારા ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિપુલભાઈ ગાંધી, ઈકબાલભાઈ પટ્ટીવાલા,બાબુભાઈ ,પૂર્વ નાગરિક બેંકના ચેરમેન વિનોદભાઈ શાહ, ધનસુરા ના અગ્રણી મનોજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ શ્રી અમિતભાઈ કવિએ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.