બાઇક ચાલકોએ હેલ્મેટ નહીં પહેરવું પડે તેવો ખોટો મેસેજ વાયરલ
નવી દિલ્હી, શું હવે તમારે ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની જરૂર નહીં પડે? જાે આવો મેસેજ તમારા સુધી પણ પહોંચ્યો હોય તો આગળના સમાચાર તમારા કામના છે. હા… મેસેજિંગ એપ વોટ્સએપ પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમામ રાજ્યોમાં ટુ-વ્હીલર સવારોના હેલ્મેટ ચેકિંગને નકારી દેવામાં આવ્યું છે.
જાે તમને પણ આવો મેસેજ મળ્યો હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આ મેસેજ ફેક છે. આમાં કોઈ સત્ય નથી. આ મેસેજમાં કરવામાં આવેલો દાવો સાચો નથી. PIB ફેક્ટ ચેક વિંગે આ મેસેજની તપાસ કરી અને તેને નકલી ગણાવ્યો.
ઁૈંમ્ ફેક્ટ ચેક વિંગે ટ્વીટ કર્યું કે ભારત સરકારે એવો કોઈ ર્નિણય લીધો નથી, જેમાં ટુ-વ્હીલર ચાલકોની હેલ્મેટ ચેકિંગને નકારી કાઢવાનું કહેવામાં આવ્યું હોય. આ દાવો ખોટો છે. વાયરલ મેસેજ જેમાં આ ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે બ્રેકીંગ ન્યુઝ… હેલ્મેટ ફ્રી… હવે જે હેલ્મેટ ચેકિંગ અત્યાર સુધી તમામ રાજ્યોમાં ચાલતું હતું તેને કોર્ટે ફગાવી દીધું છે.
સાગરકુમાર જૈનની અરજી મુજબ મહાનગરપાલિકાની હદમાં ચાલક પર હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત રહેશે નહીં. રાજ્ય માર્ગ અથવા હાઇવેનો દરજ્જાે મેળવનાર રસ્તા પર હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે.
આ પછી, જાે કોઈ ટ્રાફિક કર્મચારી અથવા કોઈપણ પોલીસકર્મી પૂછે કે તમે હેલ્મેટ કેમ નથી પહેરતા, તો તમે તેને કહી શકો છો કે હું મહાનગર પાલિકા, નગર પંચાયત સમિતિની શહેરની હદમાં છું. તમે ફેક મેસેજ વિશે પણ જાણી શકો છો, આ મેસેજને બને તેટલો ફેલાવવા વિનંતી કરવામાં આવી છે. જાે કે અમે તમને પહેલા જ જણાવી ચૂક્યા છીએ કે આ દાવો ખોટો છે.
એટલા માટે તમારે સાવચેત રહેવું જાેઈએ અને આવા મેસેજ ફોરવર્ડ ન કરવા જાેઈએ. PIB ફેક્ટ ચેક બિંગ સરકાર, સરકારી યોજનાઓ, નિયમો વગેરેને લગતી નકલી માહિતીની હકીકત તપાસવાનું કામ કરે છે.
ફેક્ટ ચેકિંગ કરીને સત્ય સામે આવે છે. જાે તમને પણ કોઈ માહિતી પર શંકા હોય, તો તમે તે માહિતી PIB ફેક્ટ ચેક વિંગને [email protected] પર શેર કરી શકો છો અને મેસેજની સત્યતા જાણી શકો છો.SS1MS