અમૃતા ફડણવીસને બ્લેકમેલ કરનાર વ્યક્તિની ગુજરાતમાંથી ધરપકડ
મુંબઇ, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની (Maharashtra Dy. CM Devendra Fadnavis) પત્ની અમૃતા ફડણવીસને ધમકાવવા અને બ્લેકમેલ કરવાના આરોપમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરોપી અનિલ જયસિંઘાણીની ગુજરાતમાંથી ધરપકડ કરી છે. અનિલ ઘણા સમયથી ફરાર હતો. Person who blackmailed Amrita Fadnavis arrested from Gujarat
જાેકે, પોલીસે અનિલની પુત્રી અને ડિઝાઇનર અનિક્ષા જયસિંઘાનીની ધરપકડ કરી લીધી છે. હકીકતમાં, અમૃતા ફડણવીસે ડિઝાઇનર અનિક્ષા અને તેના પિતા અનિલ જયસિંઘાની સામે બ્લેકમેલિંગ અને ધમકી આપવાનો કેસ દાખલ કર્યો હતો.
તેમણે આરોપ લગાવ્યો હતો કે ડિઝાઈનર અનિક્ષાએ તેના પિતા વિરુદ્ધ દાખલ કરાયેલા કેસને સમાપ્ત કરવા માટે લાંચની ઓફર કરી હતી અને તેને ફસાવવાની ધમકી પણ આપી હતી. અમૃતાએ ૨૦ ફેબ્રુઆરીએ મલબાર હિલ સ્ટેશન પર એફઆઇઆર નોંધાવી હતી.
ડિઝાઇનર અનિક્ષા ૨૦૧૫-૧૬માં પહેલીવાર અમૃતા ફડણવીસને મળી હતી. આ પછી લાંબા સમય સુધી તેમની વચ્ચે કોઈ સંપર્ક થયો ન હતો. ૨૦૨૧માં અનિક્ષાએ ફરી એકવાર અમૃતાનો સંપર્ક કર્યો અને તેના પિતા જયસિંહાની સામેના આરોપોમાંથી તેને ક્લીનચીટ મેળવવા માટે અમૃતાની મદદ માંગી હતી.
એટલું જ નહીં, અનિક્ષાએ અમૃતાને પૈસા પડાવવાની લાલચ આપી અને કહ્યું કે, તે તેને કેટલાક બુકીઓ વિશે માહિતી આપી શકે છે. જેના દ્વારા તે તેમના પર દરોડા પાડીને મોટી રકમ રિકવર કરી શકે છે અથવા તેમના પર કોઈ કાર્યવાહી કર્યા વિના તેમની પાસેથી સારી એવી રકમ મેળવી શકે છે.
આટલું જ નહીં, અનિક્ષાએ તેના પિતાને ક્લીન ચિટ અપાવવા માટે ૧ કરોડ રૂપિયાની લાંચની ઓફર પણ કરી હતી, પરંતુ જ્યારે અમૃતાએ મદદ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે અનિક્ષાએ તેને કેટલાક વીડિયો અને વૉઇસ મેસેજ મોકલ્યા હતા.
વીડિયોમાં જાેઈ શકાય છે કે અનિક્ષા રોકડ સાથે બેગ પેક કરી રહી હતી અને બેગ બાદમાં ડેપ્યુટી સીએમના ઘરે જાેવા મળી હતી. આ કેસ પછી અમૃતાએ પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી. બુકી અનિલ જયસિંહાની બુકી છે. તેના પર દેશના ૫ રાજ્યોમાં ૧૭ કેસ નોંધાયેલા છે. એટલું જ નહીં તે લગભગ ૮ વર્ષથી ફરાર હતો. અનિલની ત્રણ વખત સટ્ટાબાજીના કેસમાં ધરપકડ પણ થઈ ચૂકી છે.SS1MS