Western Times News

Gujarati News

વલસાડની સરકારી હોસ્પિટલમાં ટીબીથી પીડાતા દર્દીઓને કીટ વિતરણ કરાયું

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ નગર પાલિકાની સરકારી હોસ્પિટલમાં નોંધાયેલા ટીબીના દર્દીઓ માટે વલસાડની આશા સેલ્યુલોઝ કં૫ની અને રાઇઝિંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નગર પાલિકાની સરકારી હોસ્પિટલના ટીબી યુનિટમાં નોંધાયેલા ૩૩ દર્દીઓ માટે ૬ મહિના ચાલે એટલું ન્યુટ્રિશ્યન ફૂડની કીટ આપવામાં આવી હતી.

ટીબીના દર્દીઓને સમયસર સારવાર કરીને રોગ મુક્ત થવા અંગે જાગૃતિ આપવામાં આવી આવી હતી. વલસાડ શહેરની સરકારી હોસ્પિટલમાં ટીબીનીબીમારીથી પીડાતા દર્દીઓ માટે વલસાડની ખ્યાતનામ આશા સેલ્યૂલોઝ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા ટીબીના દર્દીઓ માટે ન્યુટ્રિશયન ફૂડની કીટ વિતરણ કરવામાં આવી હતી. ટીબીના દર્દીઓને સારવાર માટે ઉપયોગી કીટ વિતરણ કરવામાં આવી હતી.

જેમાં રાઈઝિંગ ચેરીટેબલ ટ્રસ્ટના સથવારે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વલસાડ મ્યુનસિપલ હોસ્પિટલના તબીબોની ઉપસ્થિતિમાં ટીબીથી પીડાતા દર્દીઓને રોગ અંગે સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે આશા સેલ્યુલોઝ ઇન્ડિયા પ્રાઇવેટ. લિમિટેડ કંપનીના બાબુભાઈ મેહતા, શ્રીનિવાસ સર, સમિત શાહ,વલસાડ નગરપાલિકાના પૂર્વ સભ્ય ધર્મિન શાહ તેમજ રાઇઝિંગ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પંકજભાઈ શેઠ, ટ્રસ્ટી જીગ્નેશભાઈ આજુગ્યા, ટ્રસ્ટી જીનેશભાઈ મેહતા તથા મ્યુનસિપાલટી હોસ્પિટલ ના ડૉ. વિરેનભાઈ ડોડીયા, ડૉ. પરિમલ પટેલ, મેડિકલ ઓફિસર સહિત મોટી

સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટીબી પેશન્ટ ને યોજના હેઠળ ન્યુટ્રીશન કીટ આશા સેલ્યુલોઝ તરફ થી આપવામાં આવી હતી. જેમાં લગભગ ૩૩ જેટલા દર્દીઓ એ લાભ લીધો હતો. અને તેમને ૬ મહિના સુધી ચાલે તેટલી અનાજ ની કીટ પણ આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.