Western Times News

Gujarati News

પાનોલી GIDCમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલા એક ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આગની જાણ ફાયર ફાયટરોને કરવામા આવતા તેઓએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

પાનોલી જીઆઈડીસીમાં આવેલા પ્લાસ્ટિક ભરેલા ગોડાઉનમાં કોઈ કારણો સર આગ ભભૂકી ઉઠી હતી.આગના કારણે સ્થળ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આગ એટલી વિકરાર હતી કે, આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતાં હતા.આગની જાણ અંકલેશ્વર અને પાનોલી ફાયર ફાયટરોને કરવામાં આવતાં તેઓ ફાયર ટેન્ડરો સાથે તાત્કાલીક સ્થળ ઉપર દોડી આવ્યા હતા.આગ ઉપર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જાેકે આગના કારણે ગોડાઉન માલિકને ભારે નુકશાનીનો સામનો કરવો પડ્યો છે.જાેકે આગમાં કોઈ જાનહાની નહિ નોંધાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.