વિરપુરના ડેભારી ગ્રામ પંચાયત ખાતે DYSPની અધ્યક્ષતામા બેઠક યોજાઇ
પોલીસ પ્રજાના રક્ષણ માટે છે તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું
(પ્રતિનિધિ) વિરપુર, પોલીસ અને પ્રજા વચ્ચે અને પ્રજાએ પોલીસ સુધી પહોંચી અને તેમના પ્રશ્નો રજૂ કરે તેવા ઉમદા હાસ્યથી મહીસાગર જીલ્લા DYSP પી એસ વડવી એ વિરપુર તાલુકાના ડેભારી ગામે ગ્રામજનો સાથે બેઠક કરી હતી સ્થાનિક લોકોના વિવિધ જે પ્રશ્નોને રજૂઆતો તેમના દ્વારા સાંભળવામાં આવી હતી તો કોઈપણ પરિસ્થિતિમાં ડર્યા વગર પોલીસ નો સંપર્ક કરવો પોલીસે પ્રજાના રક્ષણ માટે છે તે અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જરૂરી કાયદાકીય માહિતી પણ લોકોને ડીવાયએસપી દ્વારા આપવામાં આવી હતી આ પ્રસંગે વિરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ બી સીસોદીયા જીલ્લા પંચાયત સદસ્ય પ્રતીનીધી એસ બી ખાંટ,ડેભારી ગ્રામ પંચાયત સરપંચ સહિત ગામના આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા ત્યારે પ્રજાએ ડરા વિના પોલીસ પાસે આવવું અને ર્નિભય પણે એ પોતાની રજૂઆતો તેમછ ગ્રામ્ય વિસ્તારની સુખ-શાંતિથી રહી શકે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને કયા પ્રકારના ગુના વધુ બને છે અને કેવી રીતે કંટ્રોલ થઈ શકે છે તે બાબતે પોલીસ અધિકારી ડીવાયએસપી વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.