Western Times News

Gujarati News

દલજીત કૌર લગ્ન બાદ વધુ એક બાળક માટે પ્લાનિંગ કરી રહી છે?

મુંબઈ, યુકેના બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કરીને દલજીત કૌર ખુશ છે. તેમના લગ્ન શનિવારે (૧૮ માર્ચ) મુંબઈના ગુરુદ્વારામાં ખૂબ જ સાદગીથી યોજાયા હતા, જેમાં પરિવારના સભ્યોની સાથે ખાસ મિત્રો હાજર થયા હતા. લગ્નના બીજા જ દિવસે આ નવદંપતી હનીમૂન પર ઉપડી ગયું અને હાલ થાઈલેન્ડમાં છે. સોમવારે ત્યાંથી એક્ટ્રેસે ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું.

આ દરમિયાન એક ફેને શું તેઓ સાથે બેબી પ્લાનિંગ કરી રહ્યા છે કે કેમ તે વિશે સવાલ કર્યો હતો. તો કેટલાક યૂઝર્સે કપલે ટ્રોલ કરતાં કહ્યું હતું કે, બાળકોને મુંબઈમાં મૂકીને બંને જલસાં કરી રહ્યા છે. દલજીતે તેમને રસપ્રદ જવાબ આપ્યો હતો. નિખિલ પટેલ પહેલાથી જ બે દીકરી- આરિયાના (૧૩) અને અનિકાનો (૮) પિતા છે જ્યારે દલજીત કૌરને નવ વર્ષનો એક દીકરો જેડન છે.

ત્યારે ફેનના સવાલનો જવાબ આપતાં તેણે કહ્યું હતું ‘ના મિત્રો, અમારે પહેલાથી જ ત્રણ બાળકો છે. મને લાગે છે કે આ જરૂર કરતાં વધારે છે. થોડી દયા દાખવો’. નિખિલે પણ તેની આ વાત સાથે સમંતિ દાખવી હતી અને કહ્યું હતું ‘તે ખર્ચાળ છે’. પતિની આ વાત સાંભળી દલજીત હસી પડી હતી.

બાળકોને ઘરે છોડી હનીમૂન પર જતા રહ્યાનું કહેનારા ટ્રોલ્સને જવાબ આપતાં દલજીતે કહ્યું હતું ‘બંને ઘરે ચિલ કરી રહ્યા છે. આરિયાના શોપિંગ કરવામાં વ્યસ્ત છે અને જેડન પણ એન્જાેય કરી રહ્યો છે’. આ સાથે કપલે તેમના લગ્ન માટે અભિનંદન પાઠવનારા શુભચિંતકોનો આભાર પણ માન્યો હતો.

નિખિલ પટેલ મૂળ યુકેનો છે પરંતુ હાલ તે કેન્યાના નાઈરોબીમાં કહે છે. તે બિલ્ડિંગ બ્રાન્ડની ફાયનાન્સ કંપનીમાં મેન્ટર અને ઈન્વેસ્ટર તરીકે કામ કરે છે. હનીમૂન બાદ તે અને દલજીત કૌર બાળકો સાથે થોડા વર્ષ માટે કેન્યમાં શિફ્ટ થશે. મોટી દીકરી તેમની સાથે જ્યારે નાની દીકરી તેના માતાની સાથે રહેશે. બાદમાં તેઓ લંડન રહેવા જતા રહેશે, જ્યાં નિખિલનો જન્મ અને ઉછેર થયો છે.

દલજીત કૌર અને નિખિલ પટેલની મુલાકાત ગત વર્ષે દુબઈમાં કોમન ફ્રેન્ડ દ્વારા આયોજિત પાર્ટીમાં થઈ હતી. તે સમયે નિખિલ પટેલના અંગુઠામાં વાદળી કલરની નેલપોલિશ જાેઈને દલજીતને આશ્ચર્ય થયું હતું અને અહીંથી વાત ચાલું થઈ હતી.

બંને વચ્ચે પહેલી નજરનો પ્રેમ નહોતો. પહેલા તેઓ મિત્રો બન્યા અને બાદમાં પ્રેમમાં પડ્યા. બાળકો પ્રત્યેના પ્રેમથી તેઓ કનેક્ટ થયા હતા. જાન્યુઆરી ૨૦૨૩માં દલજીતને લઈને નિખિલ નેપાળ ગયો હતો અને ત્યાં જ તેને પ્રપોઝ કર્યું હતું. અહીંયા તેમણે સગાઈ કરી હતી અને બાદમાં લગ્ન કર્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.