Western Times News

Gujarati News

જા તને માફ કર્યો, તું પણ શું યાદ કરીશ: અનુપમ ખેર

મુંબઈ, સતીષ કૌશિકનું નિધન થયું તેને ૧૨ દિવસ જેટલો સમય થઈ ગયો છે. ૮મી માર્ચે મોડી રાતે તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને હોસ્પિટલના ગેટ સુધી પહોંચે તે પહેલા જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ૨૦મી માર્ચે તેમના માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ઈન્ડસ્ટ્રીના મોટાભાગના સેલેબ્સ આવ્યા હતા અને તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. આ દરમિયાન સૌથી વધારે દુઃખી તેમના ખાસ મિત્ર અનુપમ ખેર જણાતા હતા.

બંને વચ્ચે ૪૫ વર્ષથી ગાઢ મિત્રતા હતા અને આ દરમિયાન તેઓ એક દિવસ પણ મળ્યા ન હોય તેવું ક્યારેય બન્યું નહોતું. પ્રાર્થના સભા બાદ અનુપમે તેમના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો અને તેમને કઈ વાત માટે માફ કર્યા તેનો ઉલ્લેખ કર્યો હતો.

અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં તેઓ સતીષ કૌશિકની તસવીર પર પુષ્પાંજલી અર્પિત કરતાં અને તેમની સામે હાથ જાેડતા દેખાયા. આ દરમિયાન તેમના ચહેરા પર ઉદાસીના ભાવ હતા. બ્રેકગ્રાઉન્ડમાં ‘દો લફ્ઝો કી હૈ દિલ કી કહાની’ સોન્ગ વાગી રહ્યું છે. આ સાથે લખ્યું છે ‘જા!!! તને માફ કર્યો! મને એકલો છોડીને જતા રહેવા માટે! હું ચોક્કસથી તને લોકોના હાસ્યમાં શોધીશ.

પરંતુ હું નિયમિત આપણી મિત્રતાને યાદ કરીશ. અલવિદા મારા મિત્ર! બેકગ્રાઉન્ડમાં તારું ફેવરિટ સોન્ગ લગાવ્યું છે! તું પણ શું યાદ રાખીશ!’. અનુપમ ખેરનો વીડિયો જાેઈને તેમના ફેન્સ પણ ઈમોશનલ થયા છે. એક ફેને લખ્યું છે ‘આને કહેવાય સાચી મિત્રતા’, એક ફેને લખ્યું છે ‘ખૂબ જ ઈમોશનલ સર. આ છે સાચો પ્રેમ અને મિત્રતા’, તો અન્ય એકે લખ્યું ‘આ બંનેએ મિત્રતાનું સાચું દ્રષ્ટાંત પૂરું પાડ્યું’.

કેટલાક ફેને ‘ઓમ શાંતિ’ લખ્યું છે તો કેટલાકે બ્રોકન હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે. સતીષ કૌશિકના નિધન અંગે પોલીસ તપાસ કરી રહી છે, આ સંદર્ભમાં ટીમ એક્ટર છેલ્લે જે ફાર્મહાઉસમાં રોકાયા હતા ત્યાં પણ પહોંચી હતી. ત્યારે પ્રાર્થના સભા પહેલા મીડિયા સાથે વાતચીત કરતાં અનુપમ ખેરે દરેકને દિવંગત એક્ટરના મોત અંગે કોઈ પણ અટકળો શરૂ ન કરવાની વિનંતી કરી હતી.

તેમણે કહ્યું હતું કે ‘હું ઘણા સમયથી સતીષનો તેવો ફોટો શોધી રહ્યો છું, જેમાં તે હસી ન રહ્યો હોય અને હજી તે શોધી શક્યો ન હોય. મને લાગે છે આપણે તેને ગૌરવપૂર્ણ વિદાય આપવી જાેઈએ અને અટકળો ન કરવી જાેઈએ. તે ગૌરવપૂર્ણ જીવન જીવ્યો હતો. આ પૂજાની સાથે તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકાવું જાેઈએ’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.