દુનિયાનું ભવિષ્ય મગજ વાચનાર રોબોટિક ટેકનોલોજી
મગજ વાંચવાની ટેકનોલોજી પરનાં સંશોધનો વધ્યાં
ભવિષ્યની ટેકનોલોજીને જાણવા અને સમજવા માટે યુવાઓનો ઉત્સાહ જાેવા જેવો હોય છે. રોબો આજકાલના નથી. ર૦મી સદીના આરંભે માનવીએ જયારે આધુનિકીકરણના રથ પર સવાર થઈ વિકાસના નવા લક્ષ્યાંકોને આંબવાનો પ્રયાસ કર્યો ત્યારે જ રોબોએ દુનિયામાં પ્રવેશ કરી દીધો હતો. માણસ જેવા જ રોબોની કલ્પના કયારની થઈ હતી અને બજારમાં હવે આ પ્રકારના રોબોએ ધૂમ મચાવી છે. રોબોટિક ટેકનોલોજીના વિષયમાં વધુ ઉંડા ઉતરતા આજે આપણ બ્રેઈન રીડિંગ રોબો વિશે વિસ્તારથી વાત કરવાના છીએ.
બ્રેઈન રીડિંગ રોબોટ એ અદ્યતન રોબોટિક ટેકનોલોજી છે, જે ઈલેકિટ્રક સિગ્રલોના ફેરફારોનું વિશ્લેષણ કરીને મગજને વાચવા માટે બનાવવામાં આવી છે. મગજ વાંચન રોબોટનું કેન્દ્રીય એકમ ઈલેકટ્રો એન્સફોલોગ્રાફી પર આધારિત છે. જે સામાન્ય રીતે કોમ્પ્યુટરના મગજનો ઈન્ટરફેસ છે. આમ તેને મગજની વિદ્યુત પ્રવૃતિના માપન માટે વપરાતી ટેકનીક કહી શકાય.
બ્રેઈન રીડિંગ રોબોટિક ટેકનોલોજી દુનિયાનું સોનેરી ભવિષ્ય છે. વર્ષ ર૦૩૦ સુધીમાં બજાર કેટલી વૃદ્ધિ કરશે તે વિશે વાત આગળ વધારતા પહેલા માઈન્ડ-રીડિંગ શું છે ? તે સમજીએ માઈન્ડ રીડિંગ એ એવી છે માનવ મગજમાં વિદ્યુત પ્રવાહની મદદથી પૂછપરછ અને હેરફેર કરી શકાય છે. મગજ (માઈન્ડ) શરીર માટે શું બાયોકેમિસ્ટ્રી કરે છે તે સમજવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ડોકટર તમારા શરીરની તપાસ કરી શકે છે અને તમારા શરીરને શોધીને સંભવિત રોગો કહી શકે છે. સમાન સંદર્ભમાં કોઈપણ ન્યુરોલોજિકલ બીમારીને જાહેર કરવા માટે માઈન્ડ રીડિંગ ટેકનોલોજીની મદદથી નિરીક્ષણ કરી શકાય છે. જેમ કે સ્કિઝોફ્રેનિયા જેવી મગજની સ્થિતિઓને સમજવામાં આ રોબોટિક ટેકનોલોજી મદદ કીર શકે છે.
પ્રવર્તમાન સમયમાં માઈન્ડ રીડિંગ રોબોટ્સમાં ઘણા એડવાન્સમેન્ટ (નવા સુધારા) આવ્યા છે અગાઉ કહ્યું તેમ રોબો દાયકાઓથી આપણા જીવનનો એક ભાગ છે અને તેઓ ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. છેલ્લા દાયકામાં ઘણા રોબો તબીબી ઉપયોગો ધરાવે છે, જેમ કે સર્જરી અથવા કૃત્રિમ અંગોમાં અને હવેના સામાજિક રોબો લોકોના જીવનમાં એક સામાન્ય બાબત જેવા બન્યા છે. જેમ કે નર્સ્િંાગ હોમમાં રોબોનો ઉપચાર માટેના સાધન તરીકે થઈ રહ્યો છે. બાળકોના શિક્ષણમાં રોબો સામાન્ય ભાગ બન્યા છે.
એ કહેવાનું કે ઝડપી ગતિવાળા વાતાવરણમાં એવા રોબોની જરૂર હોય છે જે માનવીય ઈરાદાની સમજણ બતાવે તે રીતે સમજવા અને પ્રતિભાવ આપવા માટેપૂરતા બુદ્ધિશાળી હોય. આ રોબો માનવ મગજમાં ઈલેકટ્રિક પ્રવૃતિને ટ્રેક કરી શકે છે અને તે વ્યક્તિ શું વિચારે છે તે વિશે મૂલ્યવાન માહિતી આપવા સક્ષમ છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો રોબોની નવીનતમ ટેકનોલોજીનો અભ્યાસ અને સંશોધન કરવામાં લાગ્યા છે. હાલમાં જ યુક્રેના એક તબીબે સંશોધન કર્યું કે રોબો દર્દને અનુભવી શકે છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો સ્પર્શ- સંવેદનશીલ રોબો પર કૃત્રિમ ત્વચા બનાવવા માટે દાયકાઓથી કામ કરી રહ્યા છે એક નવી શોધ મુજબ રોબો પીડા અનુભવે છે અથવા ઉત્તેજનાને પ્રતિભાવ આપે છે. આવા રોબો ટુંક સમયાં જ વાસ્તવિકતા બની શકે તેમ છે. જે રીતે બજારમાં રોબોટિક ટેકનોલોજી પર સંશોધન અને વિકાસનું કામ ચાલી રહ્યુ છે તે જાેતા આગામી ર૦પ૦ સુધીમાં બજારમાં ૧૦૦ મિલિયન રોબો અસ્તિત્વ ધરાવતા હશે તો નવાઈ નહી. આ ટેકનોલોજીનો અભ્યાસ કરનાર યુવાઓ માટે ઘણી તકો છે.