લોકોની સલાહને અવગણવા માટે દલજીત કૌરે જણાવ્યું

મુંબઈ, દલજીત કૌરે યુકેના બિઝનેસમેન નિખિલ પટેલ સાથે ૧૮મી માર્ચે મુંબઈમાં સાત ફેરા લીધા હતા. અગાઉ આ એક્ટ્રેસે શાલિન ભનોત સાથે લગ્ન કર્યા હતા અને ૨૦૧૩માં ડિવોર્સ લીધા હતા. તેનો દીકરો જેડન નવ વર્ષનો છે અને આ સમયે તેણે બીજા લગ્ન કરતાં કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ટ્રોલ કરી હતી.
જાે કે, દલજીતે હવે તમામને જવાબ આપતાં હજી પણ પ્રેમમાં સંઘર્ષ કરી રહેલા લોકો માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે. આ સાથે તેણે છૂટાછેડા લેનાર અથવા વિધુર/વિધવા વ્યક્તિને જ્યારે તેમનો ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે લોકોનું સાંભળવા કરતાં પોતાને ગમે તે કરવાની સલાહ આપી છે.
દલજીત કૌરે ઈન્સ્ટાગ્રામ પર નિખિલ પટેલ સાથે લગ્નના દિવસે ક્લિક કરાવેલી કેટલીક તસવીરો અને નાનકડી ક્લિપનો વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું છે ઉમીદનો અર્થ થાય છે આશા. જાે તમારામાં સપના જાેવાની હિંમત છે તો તેને પૂરા કરવાની હિંમત પણ આપશે.
જ્યારે તમે જીવનમાં કંઈ સારું કરી રહ્યા હો ત્યારે સમાજ તમને નીચા દેખાડવાનો પ્રયાસ કરે છે. તે તમને લાખો નેગેટિવ કારણો આપે છે કે તમે જે કરી રહ્યા છો તે ખોટું છે.
પરંતુ તમારે કોઈને તમારા જીવન વિશે સ્પષ્તા આપવાની જરૂર નથી. આ તમારું જીવન છે અને તમારી પાસે જીવવા માટે આ જ સમય છે. તેથી તમારી પાસે જે છે તે સમસ્ત આપી દો. તમારા બાળકો, મિત્રો અને પરિવારને સમજાવો કે સુખની વ્યાખ્યા રૂઢિવાદી બાબતો દ્વારા નક્કી કરવામાં આવતી નથી.
તે અનુભવ અને તેમાથી શું મળે છે તેના પર આધારિત છે. ડિવોર્સ લેનાર અથવા જીવનસાથી ગુમાવનારા દરેક વ્યક્તિને હું માત્ર એટલું જ કહેવા માગું છું કે આશા ગુમાવશો નહીં અને પાર્ટનરની શોધ કરતો રહો. બની શકે કે તમે ફરીથી ખોટા પડશો.
પરંતુ તમારા ડરને ભવિષ્ય આડે આવવા દેશો નહીં. મળેલી તકને ઝડપી લો. સપનાઓ જુઓ, આ રાખો અને સુખનો અનુભવ કરો. દલજીત અને નિખિલ, જેઓ ૨૦૨૨માં દુબઈમાં એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા, તેમણે લગ્ન કર્યા બાદ પરિવાર અને મિત્રો માટે એક પાર્ટી યોજી હતી.
એક્ટ્રેસે કહ્યું હતું ‘આઈડિયા પાર્ટીને કેઝ્યુઅલ રાખવાનો અને ડાન્સ કરવાનો હતો. તે અદ્દભુત રહી કારકે નિક અને મારા મિત્રોએ ખૂબ જ સુંદર સ્પીચ આપી હતી અને તેઓ અમારા માટે કેટલા ખુશ હતા તે લાગણી વર્ણવી હતી. દલજીત કૌર અને નિખિલ પટેલ હાલ થાઈલેન્ડમાં હનીમૂન એન્જાેય કરી રહ્યા છે.
ત્યાંથી તેઓ ૨૪ માર્ચે મુંબઈ પરત ફરશે અને આ જ દિવસે એક્ટ્રેસ દીકરા જેડન સાથે કેન્યા જવા રવાના થઈ જશે, જ્યાં હાલ નિખિલની નોકરી છે. થોડા વર્ષ ત્યાં રહ્યા બાદ તેઓ લંડન શિફ્ટ થશે, જ્યાં નિખિલનો જન્મ અને ઉછેર થયો છે.SS1MS