Western Times News

Gujarati News

સાપોનું તળાવ જ્યાં ભક્તો ડર ભૂલીને કરે છે સ્નાન

રાંચી, કહેવાય છે કે જ્યાં મહાદેવ છે ત્યાં સાપ અને નાગ ન હોય તેવું બની શક્તું નથી. કારણ કે મહાદેવ પોતે સાપને પોતાના ગળામાં વીંટાળીને રાખે છે. એટલા માટે હિંદુ ધર્મમાં નાગ દેવતાના દર્શન કરવા ખૂબ જ શુભ અને દુર્લભ માનવામાં આવે છે.

ખાસ કરીને જાે તે મહાદેવના મંદિર પાસે જાેવા મળે તો તે લોકો માટે કોઈ ચમત્કારથી ઓછું નથી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રાંચીના એક પહાડમાં એક એવું તળાવ છે જેમાં ૧૫ થી ૨૦ સાપ રહે છે. આ કારણે તેને નાગ તળાવ પણ કહેવામાં આવે છે.

મંદિરના ટ્રસ્ટીના સભ્ય રૂડેશ્વરે જણાવ્યું કે, આ તળાવ પ્રાચીન કાળનું છે. તે કેટલું જૂનું હશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ તેની ઊંડાઈ એટલી છે કે આજ સુધી કોઈ તેને માપી શક્યું નથી. ઘણા લોકોએ તેને માપવાનો પ્રયાસ કર્યો પરંતુ માત્ર નિષ્ફળતા મળી. તેની વિશેષતા એ છે કે તેમાં સાપ રહે છે. જાેકે લોકોએ ૨૦ સાપ જાેયા છે. પરંતુ એક અંદાજ મુજબ ઓછામાં ઓછા ૩૦ થી ૪૦ સાપ હોઇ શકે છે.

રુદ્રેશ્વર જણાવે છે કે ઘણા બધા કોબ્રા છે, પરંતુ આજ સુધી કોઈને પણ કોબ્રા કરડ્યો નથી. તેની બાજુમાં મહાદેવનું મોટું મંદિર છે અને ત્યાં મહાદેવનું સ્વયંભુ છે, જેના કારણે અહીં ભક્તો આવતા રહે છે. ખાસ કરીને આ તળાવના પાણીથી હાથ-પગ ધોયા પછી તેઓ મંદિરમાં જાય છે અથવા તો ક્યારેક આ તળાવના પાણીથી સ્નાન કરે છે પરંતુ આજદિન સુધી કોઈ સાપે કોઈને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી.

રૂડેશ્વર જણાવે છે કે, એવું કહેવાય છે કે વાલ્મીકીજી એ આ પર્વત પર બેસીને તપસ્યા કરી હતી અને તેમની તપસ્યાથી અહીં આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. આ તળાવના પાણીથી તેઓ પોતાનું રોજનું કામ કરતા હતા. તમને તળાવમાં ૮ પ્રકારના સાપ જાેવા મળશે, જેમ કે વાસુકી, તક્ષક, કુલક, કર્કોટક, પદ્મ, શંખ, ચૂડ, મહાપદ્મ અને ધનંજય, આઠ મૂળ જાતિઓ અહીં જાેવા મળે છે.

તળાવમાં ન્હાવા આવેલા પ્રદીપ કહે છે કે, હું ઘણા વર્ષોથી આ તળાવમાં સ્નાન કરતો આવ્યો છું. પરંતુ આજ સુધી મને કોઈ સાપે નુકસાન કર્યું નથી. આ સાથે ઘણા લોકોએ સાપને મારવાની કોશિશ પણ કરી તેમની સાથે ખૂબ જ ખરાબ અકસ્માત થયા હતા.

ત્યારથી અહીં તેમની પૂજા કરવામાં આવે છે. રાંચીના ડોરાન્ડા ખાતે વન વિભાગના અધિકારી દિનેશ કુમારે જણાવ્યું કે ત્યાં અનેક પ્રકારના કોબ્રા સાપ જાેવા મળે છે. જેમ કે શેષ, વાસુકી, કમ્બલ, કર્કોટક. અમે પહેલા પણ ત્યાં જઈને જાેયું છે પણ કોઈ પ્રકારનો ખતરો જાેયો નથી.

સાપ મોટાભાગે ખડકની ટનલોમાં જ જાેવા મળે છે. પરંતુ સાપે ક્યારેય કોઈને નુકસાન પહોંચાડ્યું નથી અને સ્થાનિક લોકો તરફથી ક્યારેય કોઈ ફરિયાદ થઈ નથી. જાે આવી કોઈ ફરિયાદ આવશે તો અમે ભવિષ્યમાં ચોક્કસપણે તેની નોંધ લઈશું.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.