એવું તે શું થયું કે અચાનક મોટો ભાઈ નાના ભાઈ પર દાંતરડું લઈ ફરી વળ્યો
ઈજાગ્રસ્ત સુરેશભાઈને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા
મહેસાણા, ઊંઝાના કંથરાવી ગામના સુરેશભાઈ ઊંઝામાં હીરા ઘસવાનું કામ કરે છે. જે ગતરોજ કામ પૂરું કરીને ઘરે જવા નીકળ્યા હતા.
તેઓ ચામુંડા સોસાયટીમાં આવેલ સિકોતર માતાજીના મંદિરે ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ હોવાથી દર્શન કરવા પણ ગયા હતા. એ દરમિયાન તેમના મોટાભાઈ હરગોવનભાઈ મંદિરે આવી ગયા હતા અને અંગત અદાવતને લઈ સુરેશભાઈને ‘મંદિરે દર્શન કરવા આવવું નહીં’ કહીને અપશબ્દો બોલ્યા હતા.
આ સમયે હરગોવનભાઈનો દીકરો પણ આવી ગયો હતો. બંને જણા અપશબ્દો બોલતા હતા અને સામસામે માથાકૂટ થઈ હતી.
શૈલેષભાઈના હાથમા દાતરડું હતું. તેઓ ઉગ્ર બન્યા હતા અને દાતરડાં વડે હુમલો કર્યો હતો. માથામાં દાતરડું વાગવાથી સુરેશભાઈ લોહી લુહાણ થઈ ગયા હતા. તેમણે છુટા પથ્થરો પણ માર્યા હતા. જે આજુબાજુમાં રહેતા લોકો ભેગા થઈ જતા મામલો શાંત પડ્યો હતો.
ઈજાગ્રસ્ત સુરેશભાઈને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. તેમજ ઉનાવા પોલીસે હરગોવનભાઈ અને શૈલેષભાઇ વિરુદ્ધ આઈ.પી.સી.ની ૩૨૩, ૩૨૪, ૩૩૭, ૫૦૪, ૧૧૪ અને ૧૩૫ કલમ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.