Western Times News

Gujarati News

અલ્લુ અર્જૂનની “પુષ્પા-2″માં બોલીવુડના આ સુપરસ્ટાર પણ નજરે પડશે?

મુંબઈ: આપણે ત્યાં એક ફિલ્મ સફળ થાય તો તેની સિકવલ કે બીજો ભાગ બનાવવાની પરંપરા પડી ગઈ છે. અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ ફિલ્મ હીટ જતાં તેનો બીજો ભાગ પુષ્પા-2 બની રહ્યો છે. ફેન્સ બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. હવે નવા ખબર એ બહાર આવ્યા છે કે ‘પુષ્પા-2’ માં બોલિવુડનો કોઈ સુપરસ્ટાર નજરે પડશે.

આ સુપરસ્ટાર કોણ તે હજુ સ્પષ્ટ નથી થયુ પણ તે અજય દેવગન કે સલમાનખાન હોઈ શકે છે. લગભગ 2 વર્ષ પહેલા એવી વાત બહાર આવી હતી કે ‘પુષ્પા-2’ મા મનોજ બાજપેયીનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ બાદમાં મનોજે આ બાબતને અફવા ગણાવી હતી. ડાયરેકટર સુકુમારની આ ફીલ્મમાં ફહાદ ફાઝીલ ઉપરાંત રશ્મિકા મંદાના પણ નજરે પડશે. આ ફીલ્મમાં પણ અગાઉની ફિલ્મની જેમ સામંથા રૂથ પ્રભુનો સ્પેશ્યલ સોંગ અપીરીયન્સ હશે.આ સિવાય ‘પુષ્પા-2’ માં સાઈ પલ્લવીની પણ મહત્વની ભુમિકા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.